(અબરાર એહમદ અલ્વી)
અમદાવાદ,
ચાંદ દેખાતાની સાથે જ ૫૬૩મા ઉર્ષનો પ્રારંભ
ગુજરાતના મહાન સૂફીસંત હઝરત સૈયદ સિરાજુદ્દીન શાહેઆલમ (ર.અ.)નો ઉર્ષ મુબારક ૫૬૩ વર્ષથી ઘણી ધામધૂમથી ઉજવવામાં આવે છે, વીસ દિવસ સુધી ઉજવાતા આ ઉર્સમાં દુનિયા ભરથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુંઓ હઝરત શાહે આલમ (ર.અ.) દરગાહ શરીફની ઝિયારત માટે ઉર્સ પ્રસંગે હાજરી આપતા હોય છે, ઈસ્લામી મહિના પ્રમાણે ચાંદ દેખાતા દર વર્ષે લાડુ વહેંચવામાં આવે છે, અને 15માં ચાંદથી સંદલ શરીફ, ઉર્સ , ગુલપોસી, અને મહફિલે શમાં તેમજ બીબીઓનું મેળો ભરાય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીના લીધે આ ઉર્સની ઉજવણી ધામધૂમથી કરવામાં આવતી નથી, અને રાજ્ય સરકારની કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે ફકત સજ્જાદા નશીન બહુ જ ઓછી સંખ્યામાં સંદલ અને ઉર્સની સાદગીથી રસમ અદા કરે છે.
આ વર્ષે પણ શાહે આલમ દરગાહના સજજાદાનશીનના જણાવ્યા પ્રમાણે હઝરત શાહેઆલમ (ર.અ.)નો ૫૬૩મો ઉર્સ કોરોનાની આશંકા વચ્ચે સાદગીથી ઉજવવામાં આવશે. છેલ્લા બે વર્ષથી પણ સાદગીથી ઉજવવામાં આવ્યુ હતું, દરેક શ્રદ્ધાળુઓને વિનંતી કરવામાં આવી છે કે, પોતાના ઘરે રહી , ફાતેહા પઢી ઉર્સની ઉજવણી કરે, દર વર્ષની જેમ આ વર્ષે પણ દરગાહના સજજાદાનસીન, દરગાહના ખિદમતગુજારો, અકીદતમંદો દ્વારા લોકોને લાડવા વિતરણ કરવામાં આવશે.
પહેલાની જેમ આ વર્ષે પણ કોરોનાની ગાઇડ લાઇનનો સંપૂર્ણ રીતે અમલ કરવામાં આવશે.