ગૃહપ્રધાને દાવો કર્યો કે, ગત વર્ષે પોલીસે સ્પા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી હતી અને હવે આ સિલસિલો યથાવત રહેશે.
અમદાવાદ,તા.૦૧
અમદાવાદના સ્પા વિવાદ બાદ ગૃહપ્રધાને મોટું નિવેદન આપ્યું છે. એક જાહેર કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ ગેરકાયદે સ્પા સંચાલકો વિરૂદ્ધ હૂંકાર કર્યો છે. સ્પાના નામે ચાલતા ગોરખધંધા વિરૂદ્ધ કાર્યવાહીની વાત કરી છે. હર્ષ સંઘવીએ દાવો કર્યો કે, ગત વર્ષે પોલીસે સ્પા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી હતી. હવે આ સિલસિલો યથાવત રહેશે.
હર્ષ સંઘવીએ હૂંકાર કર્યો કે, જ્યાં ગેરકાયદે પ્રવૃતિ ચાલતી હશે ત્યાં પોલીસ કાર્યવાહી કરશે. થોડા દિવસ અગાઉ અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલા એક સ્પાની લોંબીમાં યુવતીને માર મારવાનો વીડિયો વાયરલ થયો હતો. માર મારનાર ગેલેક્સી સ્પાના સંચાલક મોહસીન રંગરેજની ધરપકડ કરવામાં આવી હતી.