એક બાળકીએ તેના દાદાને જાણ કરતા તેનો ભાંડો ફુટ્યો, પોલીસે લંપટ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી
પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિત અલગ અલગ ક્લમો ઉમેરી ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે
સુરત,તા.૦૧
સુરત જિલ્લાના માંડવી તાલુકાના એક આશ્રમ શાળાના શિક્ષકની લંપટલીલા સામે આવી છે. પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી બાળકીઓને મોબાઈલમાં અશ્લીલ વિડિઓ બતાવી શારીરિક ચેડાં કરતો હતો. એક બાળકીએ પોતાના દાદાને ઘટનાની જાણ કરતા લંપટ શિક્ષકનો ભાંડો ફૂટ્યો હતો, પોલીસે લંપટ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધી લંપટ શિક્ષકની ધરપકડ કરી છે.
સુરતના માંડવી તાલુકાની આશ્રમ શાળાના શિક્ષકની લંપટલીલા સામે આવી છે. પાંચમા ધોરણની બાળકીઓને મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવી શારીરિક ચેડાં કરતો હતો. છેલ્લા ૩થી ૪ મહિનાથી આ સિલસિલો ચાલી રહ્યો હતો. શિક્ષકની આ વર્તણુંકની એક બાળકીએ તેના દાદાને જાણ કરતા તેનો ભાંડો ફુટ્યો હતો. ફરિયાદીના દાદાએ હકીકતની ખરાઈ કરી પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં તપાસમાં એવો પણ ખુલાસો થયો હતો કે, અન્ય એક સગીરા પણ આ શિક્ષકની અશોભનીય હરકતનો ભોગ બની ચુકી છે.
આરોપીના મોબાઈલની સર્ચ હિસ્ટ્રીમાં અશ્લીલ વેબસાઈટ્સ પણ મળી આવી. આરોપ એવા પણ કરવામાં આવ્યા છે કે, આ ઘટનાની જાણ શાળાના મહિલા આચાર્યને કરવામાં આવી હતી. પરંતુ તેમણે કોઈ પગલાં કેમ ન લીધા તે સવાલ ઉઠી રહ્યા છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિત અલગ અલગ ક્લમો ઉમેરી ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ માટે આરોપીના મોબાઈલને FSLમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, માંડવી તાલુકાના એક આશ્રમ શાળાના શિક્ષકની લંપટલીલા સામે આવી છે, હાર્દિક સુધીર પંડ્યા નામનો આ લંપટ શિક્ષક આશ્રમ શાળામાં રહીને અભ્યાસ કરતી સગીર વયની માસુમ બાળકીઓ સાથે છેલ્લા ત્રણ ચાર મહિનાથી શારીરિક અડપલા કરી રહ્યો હતો, આ લંપટ શિક્ષક માસુમ બાળકીઓને એકલતાનો લાભ મળે ત્યારે પોતાના મોબાઈલમા અશ્લીલ વિડિઓ પણ બતાવતો હતો. જાે કે, આશ્રમ શાળામા અભ્યાસ કરતી એક સગીરાએ પોતાની સાથે થઇ રહેલ હેવાનિયતની મોબાઈલ પર રડતા મોઢે પોતા દાદાને સંભળાવી હતી, જેથી આશ્રમ શાળા પર દોડી આવેલા દાદાએ પોતાની પૌત્રી પાસે અને આશ્રમ શાળાના શિક્ષકો સાથે ખરાઈ કરી હતી અને ત્યાર બાદ માંડવી પોલીસને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા. માંડવી પોલીસે ઘટનાની ગંભીરતા સમજી આશ્રમ શાળાએ જઈ લંપટ શિક્ષક હાર્દિક પંડ્યાની ધરપકડ કરી લીધી હતી.
પોલીસ તપાસમા ખુલ્યું હતું કે, આ લંપટ શિક્ષક ફરિયાદી સગીરા સિવાય અન્ય ત્રણ સગીરાઓ સાથે પણ આ રીતનુ પાશ્વી કૃત્યો કરી રહ્યો હતો, સગીરાઓ ના નિવેદન બાદ લંપટ શિક્ષકનો મોબાઈલ પોલીસે કબ્જે લઇ તપાસ કરતા મોબાઈલની સર્ચ હિસ્ટ્રીમાંથી પણ અશ્લીલ વેબસાઈટો મળી આવી હતી. ઘટનાનો સિલસિલો જુલાઈ માસથી શરૂ થયો હતો. દોઢ વર્ષ પહેલા ભાવનગરથી આવી આશ્રમ શાળામા પોતાની નોકરી શરૂ કરી હતી અને ગત જુલાઈ માસથી પોતાની લંપટલીલા આચારવાનું શરૂ કર્યું હતું. જાે કે, ગત ૧૫ ઓગસ્ટના દિવસે આ લંપટ શિક્ષકે કરેલા કૃત્યની જાણ સગીરાએ આશ્રમ શાળામાં જમવાનું બનાવતા મહિલા કર્મચારીને કરી હતી અને આ મહિલા કર્મચારીએ બીજા દિવસે શાળાના મહિલા આચાર્યને ઘટનાથી વાકેફ કર્યા હતા છતાં પણ મહિલા આચાર્ય દ્વારા પોતાના ઉપરી અધિકારીને અથવા તો પોલીસને શિક્ષક વિરુદ્ધ ફરિયાદ કેમ ન કરી તે પણ એક પ્રશ્ન છે..?
આતો સગીરાએ હિમ્મત કરી અને પોતાના દાદાને જાણ કરતાં સમગ્ર ઘટના બહાર આવી નહીં તો આ લંપટ શિક્ષક કદાચ સગીરાને પીખી નાંખે તો એનો જવાબદાર કોણ..? હાલ પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિત અલગ અલગ ક્લમો ઉમેરી ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ માટે આરોપીના મોબાઈલને એફ.એસ.એલ.મા મોકલવાની તજવીજ હાથ ધરી છે. આવી એક નહિ અનેક આશ્રમ શાળામાં આજ પ્રકારના કિસ્સાઓ પણ ભૂતકાળમાં સામે આવ્યા છે. ત્યારે ચોક્કસથી આદિજાતિ વિભાગ અને પોલીસ આશ્રમ શાળા બાબતે કેવા પ્રકારની તકેદારી રાખે છે તે જાેવું રહેશે.