Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

સુરત : ગરબા ઘુમવા ઘુસેલા મુસ્લિમ યુવકને બજરંગ દળના કાર્યકરોએ ધોઈ નાંખ્યો

મુસ્લિમ યુવક કપાળમાં ચાંદલો અને માથામાં સાફો પહેરીને ઓલપાડના ગરબા મંડપમાં ઘૂસ્યો હતો

સુરત,
રાજ્યમાં ઠેર ઠેર નવરાત્રિના ગરબાની રમઝટ જામી છે, આ વખતે રાજ્યમાં ઠેર ઠેર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. આ બધાની વચ્ચે સુરતમાંથી એક મુસ્લિમ યુવકને ગઇ કાલે નવરાત્રિ ગ્રાઉન્ડ પરથી ગરબા રમતા પકડી પાડ્યો હતો. આ પછી તેની ધૂલાઇ કરવામાં આવી હતી. ખાસ વાત છે કે, મુસ્લિમ યુવક કપાળમાં ચાંદલો અને માથામાં સાફો પહેરીને ઓલપાડના ગરબા મંડપમાં ઘૂસ્યો હતો.

માહિતી મળી રહી છે કે, સુરતમાંથી મુસ્લિમ યુવક પકડાયાની વાત સામે આવી છે. સુરતના ઓલપાડના કીમ ગામે ગઇ રાત્રે એક ગરબા ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમતો એક મુસ્લિમ યુવક ઝડપાયો હતો. મુસ્લિમ યુવકે ગરબા ઘૂમતી વખતે પોતાના કપાળમાં ચાંદલો અને માથા પર સાફો પણ બાંધેલો હતો, જ્યારે આ વાતની જાણ ઓલપાડ તાલુકાની VHP અને બજરંગ દળની ટીમને થઇ તો તેમને તરત જ ગરબા મંડપમાંથી મુસ્લિમ યુવકને ઝડપી પકડી પાડ્યો હતો અને ધુલાઇ કરી હતી. પકડાયેલા મુસ્લિમ યુવક પાસેથી ૧૭૮ નંબરનો ગ્રાઉન્ડ એન્ટ્રી પાસ પણ મળી આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યમાં લવ જેહાદના કિસ્સા સતત સામે આવી રહ્યાં છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ઠેર ઠેર બજરંગ દળ અને VHPની ટીમો દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *