સુરત : કીમ-કોસંબા વચ્ચે રેલવે ટ્રેક પર ટ્રેન અડફેટે દીપડાનું મોત, દીપડાના શરીરના થયાં બે ભાગ.!
સુરતના કીમ-કોસંબા વચ્ચે ટ્રેન અડફેટે દીપડાનું થયું મોત, કીમથી કોસંબા જતા ટ્રેક પર બની ઘટના.
કીમ નદી નજીક મળી આવ્યો દીપડાનો મૃતદેહ, ટ્રેનની અડફેટે આવી જતાં દીપડાના શરીરના થયા બે ભાગ.
ઘટનાને લઈ વન વિભાગે વધુ તપાસ હાથ ધરી.
સુરત,
જંગલ છોડી દીપડાઓ હવે રહેણાંક વિસ્તારો તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે ખાસ કરીને સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં અવાર નવાર દીપડાઓ દેખાવવાની, દીપડાના હુમલાઓની તેમજ દીપડાના મૃતદેહો મળવાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે આ પ્રકારની ઘટના સુરતના કીમ નજીક બનવા પામી છે, ઓલપાડના કીમ નજીક રેલવે ટ્રેક ઉપરથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો છે.
કીમથી કોસંબા તરફ જતાં રેલવે ટ્રેક ઉપરથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો છે ત્યારે ટ્રેન અડફેટે આવી જતા દીપડાનું મોત નીપજ્યું છે. દીપડો ટ્રેન અડફેટે ચઢતા તેના શરીરના બે ભાગ થઈ ગયા હતા. કીમ-કોસંબા વચ્ચે કીમ નદી નજીક આ ઘટના બનવા પામી છે. કિમ ઘીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે ત્યારે આ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી હોવાને કારણે લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે. હાલ તો દીપડાનું ટ્રેન અડફેટે મોત નિપજતા ઘટના અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે. ત્યારે વન વિભાગે ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટના મામલે તપાસ હાથ ધરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.