Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

સુરતમાં સગીરાને બ્લેકમેઇલ કરી ધમકી આપનાર યુવક ઝડપાયો

વીડિયો કોલમાં કપડાં ઉતરાવી સગીરાનું રેકોર્ડિંગ કર્યું હતું

સુરત,તા.૨૨
સુરતમાં સગીરાને ધમકી આપનાર યુવક ઝડપાયો છે. સગીરાની માતા-પિતાની ફરિયાદ બાદ ઉમરા પોલીસે સાજીદ અલી દૂધવાલાની ધરપકડ કરી છે. આરોપીએ બિભત્સ વીડિયો વાયરલ કરવાની સગીરાને ધમકી આપી હતી. સિટીલાઈટના કેફેમાં બેસવા જતી સગીરાને યુવકે પ્રેમના મોહજાળમાં ફસાવી વીડિયો કોલમાં કપડાં ઉતરાવી સગીરાનું રેકોર્ડિંગ કર્યું હતું.

આરોપી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરતો હતો. ધોરણ-૧૨માં ભણતી સગીરા રિસેસ દરમિયાન સિટીલાઇટના અજય કેફેની બહાર જતી હતી. આરોપી તેના બહેનને ઘરે સગીરાને લઈ ગયો હતો અને ત્યાં શારીરિક અડપલા બાદ બળજબરી કરવાની કોશિશ કરી હતી. આરોપી સોશિયલ મીડિયા પર હિન્દુ આઈડી બનાવી લોકો સાથે ચેટ કરતો હતો. સાજીદ આશીફ અલી દુધવાલાએ ફેક આઈડી બનાવી ઈશાન રાવલ બન્યો હતો. માતા-પિતાએ ઉમરા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ પોક્સો અને છેડતીની ફરિયાદ નોંધાવતા કાર્યવાહી કરવામાં આવી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *