આરોપીએ ૩૧ વેબસાઈટ બનાવી નકલી દસ્તાવેજાેની લ્હાણી કરી
સુરત,તા.૧૨
સુરતમાં નકલી આધારકાર્ડનું કૌભાંડ સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે મુખ્ય સૂત્રધારે અત્યાર સુધીમાં ૨૫૦૦ આઈડી વેચ્યાનો ખુલાસો થયો છે. રાજસ્થાનના શ્રીગંગાનગરના મુખ્ય આરોપી સોમનાથની ધરપકડ કરવામાં આવી છે. નકલી આધારકાર્ડમાં આરોપીએ ૩૧ વેબસાઈટ બનાવી નકલી દસ્તાવેજાેની લ્હાણી કરી હોવાનું સામે આવ્યુ છે.
આરોપી ૫ પાસ શખ્સ આઈડી-પાસવર્ડ વેચીને લાખો કમાયો હોવાનું સામે આવ્યુ છે. આરોપી ૧૫થી ૨૦ રૂપિયા લઈને નકલી દસ્તાવેજાે કાઢી આપતો હતો. ડિસ્ટ્રીબ્યુટર માટે આરોપીએ રૂપિયા ૧૯૯ ફી રાખી હતી. અત્યાર સુધીમાં આરોપીએ અનેક લોકોને નકલી આધારકાર્ડ બનાવી આપ્યા છે. ત્યારે પોલીસે અત્યાર સુધીમાં આરોપીએ કેટલાક લોકોને ક્યા કયા રાજ્યોમાં આધારકાર્ડ કાઢી આપ્યા તેની તપાસ શરુ કરી છે. સાથે જ આ ગુનામાં અન્ય કેટલા લોકોની સંડોવણી છે તે પણ તપાસ શરુ કરાઈ છે.