અમદાવાદ,
શહેરના સરખેજ ગામમાં છેલ્લા એક મહિનાથી દારૃની વાસવાળું પાણી મળતું હોવાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. સરખેજના ૪ વાસના ૪૦૦ ઘરોમાં દારૃવાળું પાણી આવતું હોવાની ફરિયાદ ગ્રામજનોએ કરી છે. દારૃની ભઠ્ઠીમાંથી નીકળતો પદાર્થ પાણીમાં ભેળવાયો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. દારૃની ભઠ્ઠીમાંથી નીકળતો નકામો પદાર્થ પાણીમાં ભેળવાય છે. જેના કારણે દારૃવાળું પાણી પીવા લોકો મજબૂર બન્યા હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે.
આ અંગે જાેન-૭ ડીસીપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યુ છે કે સરખેજ ગામમાં પાણીની પાઇપલાઇન અને ગટરલાઇન ભેગી થઇ ગઇ હોવાથી પાણીમાં દુર્ગંધ મારે છે. પરંતુ દારૃની સ્મેલ આવે છે તે વાત તદ્દન ખોટી છે. તેમ છતાં અમે તે પાણીના સેમ્પલો લઇને FSLમાં તપાસ કરવા માટે મોકલી આપ્યા છે. આ વિસ્તારની એક મહિલા બુટલેગર સામે ત્રણ દિવસ પહેલાં જ અમે દરોડો પાડીને તેની ધરપકડ કરી લીધી છે. આ અગાઉ પણ તે મહિલાને પાસામાં ધકેલી દેવાઇ હતી. શહેરમાં એકતરફ પાણીજન્ય રોગોના કેસો સતત વધી રહ્યાં છે. ડ્રેનેજ લાઇનના કારણે પીવાનું પાણી ગંદું આવે છે. પરંતુ શહેરના સરખેજ ગામમાં દારૃવાળું મિક્સ પાણી આવતું હોવાનો આક્ષેપ કરાયો છે. પીવાના પાણીની પાઇપ લાઇનમાં દારૃની સ્મેલ આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જાે કે પોલીસના કહેવા પ્રમાણે આ વાહિયાત વાત છે. ખરેખર ગટરના પાણીની સમસ્યા આ વિસ્તારના લોકોને છે. પીવાની પાઇપ લાઇનમાં ગટરની પાઇપ લાઇન ભેગી થઇ ગઇ હોવાથી દુર્ગંધ મારી રહી છે. કોઇ પણ રીતે દારૃ નથી. તેમ છતાં લોકોની સમસ્યાના સમાધાન માટે પોલીસે આ પાણીના સેમ્પલ લેવડાવીને FSLમાં મોકલી આપ્યા છે. જેથી સત્ય શુ છે તે બહાર આવશે.