Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી વીજળી આંદોલન કરશે

મોંઘી વીજળી સામે AAP સમગ્ર ગુજરાતમાં આંદોલન કરશે.

આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી એક-એક વ્યક્તિનો અભિપ્રાય લેશે.

અમદાવાદ,

આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી કે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં વીજળી આંદોલન કરશે. મોંઘી વીજળી સામે AAP સમગ્ર ગુજરાતમાં આંદોલન કરશે. ૧૫ જૂનથી ઝુંબેશ શરૂ થશે. પક્ષના તમામ નેતાઓ આંદોલનમાં જાેડાશે. આગેવાનો વિવિધ નગરપાલિકાઓમાં જશે.

આપ સમગ્ર ગુજરાતમાં મોંઘા વીજળીના બીલ બાળી વિરોધ પ્રદર્શન કરશે. ૧૫ જૂનથી વિજળી આંદોલન શરૂ થશે. જેમાં તમામ જિલ્લાનાં મુખ્ય મથકોએ પાર્ટીનાં આગેવાનો મિડીયા બ્રિફિંગ કરીને કલેક્ટરને એક આવેદન પત્ર આપવા જશે અને રજૂઆત કરશે કે ગુજરાતમાં પણ જનતાને ફ્રી વિજળી મળવી જાેઇએ. જે રીતે ભાજપે વિજળી કંપનીઓ સાથે સાંઠગાંઠ કરીને, ચૂંટણી ફંડના ખેલ ખેલીને લોકોને સૌથી મોંઘી વિજળી આપવાનું કામ કર્યુ છે. તેના પર રોક લગાવવા માટે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે. ૧૬ જૂનથી ૨૪ જૂન સુધી એક મહાજનસંપર્ક યોજવામાં આવશે. જેમાં અલગ અલગ જિલ્લા અને મહાનગરોમાં આમ આદમી પાર્ટીનાં તમામ પ્રદેશનાં તમામ આગેવાનો જશે. જેમાં રેલી, પદયાત્રા, મશાલયાત્રા વગેરેના માધ્યમથી વિજળીનો મુદ્દો લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરશે. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી એક-એક વ્યક્તિનો અભિપ્રાય લેશે. માંગણીપત્રક ભરશે. આ રીતે ૧૫ જૂનથી વિજળી આંદોલન શરૂ થવા જઇ રહ્યુ છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *