Safeer News

Breaking News from Ahmedabad

Entertainment મનોરંજન

શું હું બાળક પેદા કરવાનું મશીન છું ? : કરીના કપૂર ખાન

ત્રીજીવાર પ્રેગ્નન્ટ હોવાની અફવા પર અભિનેત્રી બગડી…

તાજેતરમાં તે પોતાની ત્રીજી પ્રેગ્નન્સીની અફવાઓના કારણે ચર્ચામાં આવી છે.


કરિના કપૂર ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે હંમેશાં કંઈના કંઈ પોસ્ટ કરતી રહે છે. તે ફિલ્ટરમાં વિશ્વાસ નથી રાખતી અને આ તેની પોસ્ટથી સ્પષ્ટ દેખાય આવે છે. તાજેતરમાં તેણે પોતાની ત્રીજી પ્રેગ્નન્સીની અફવાઓ પર વાત કરી. તે ફોટો મોર્ફ કરવામાં આવી હતી. મારું પેટ પ્રેગ્નન્સી જેવું દેખાતું હતું. હું ફોટો જાેઈ આશ્ચર્યચકિત થઈ ગઈ. હું ૪૦ દિવસની લાંબી રજા પર હતી અને મને નહોતી ખબર કે મેં કેટલા પિત્ઝા ખાધા હશે. બસ આટલી વાત હતી. મારા વધેલા વજનના કારણે મેં મારી જાતને સમજાવી અને કહ્યું કે ચિલ ઈટ્‌સ ઓકે આપણે પણ મનુષ્ય છીએ.

મહિલાઓના વધતા વજનને પ્રેગ્નન્સી સમજી લેવા પર કરિનાએ રિએક્ટ કરતા કહ્યું, “શું અર્થ છે તમારો કે તે પ્રેગ્નન્ટ છે ? શું તેને એક બીજું બાળક થવાનું છે ? તમને શું લાગે છે કે હું મશીન છું ? મારે પ્રેગ્નન્ટ થવું છે કે નહીં તે ચોઈસ મારા ઉપર છોડી દો. જીવન જીવવાનો અધિકાર તો અમને પણ તો છે” તેણે કહ્યું, તેથી મેં ઈન્સ્ટાગ્રામ પર સ્પષ્ટતા કરી. બેબોએ કહ્યું, મિત્રો અમે પણ માણસો છીએ, તમારા બધાની જેમ. તેથી અમને પણ રિયલ રાખો. આજના સમયમાં હું એક એવી એક્ટ્રેસિસ છું જે વાસ્તવમાં સૌથી ઈમાનદર રહી છું. મેં ગર્ભાવસ્થાના સૌથી મુશ્કેલ તબક્કામાં એટલે કે આઠ-નવ મહિનામાં કામ પૂરું કર્યું છે. હું તે છું જે કંઈ છુપાવતી નથી. બેબોએ કહ્યું કે, બધાને પોતાનું જીવન પોતાની રીતે જીવવાનો અધિકાર છે. બોલિવૂડની બેબો એટલે કે કરિના કપૂર ખાન બી-ટાઉનની ટોપ સેલેબ્સમાંની એક છે, જે પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફને પણ એન્જાેય કરે છે. તાજેતરમાં તે પોતાની ત્રીજી પ્રેગ્નન્સીની અફવાઓના કારણે ચર્ચામાં આવી છે. આવા સમાચાર સામે આવ્યા પછી તેણે સોશિયલ મીડિયા દ્વારા સ્પષ્ટ કર્યું કે તે ત્રીજી વખત માતા નથી બનવાની. હવે બેબોએ આ મામલે ખુલીને વાત કરી છે. તેણે કહ્યું, સેલેબ્સ અને એક્ટ્રેસિસ બંને જ સામાન્ય લોકોની જેમ છે અને તેમને પણ પોતાની ઈચ્છા પ્રમાણે જીવવાની અને પોતાની પસંદગી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *