Safeer News

Breaking News from Ahmedabad

Tech દુનિયા

Twitter યૂઝર્સ માટે મહત્વનું, માત્ર એક મીનીટમાં હેક થઈ શકે છે તમારું એકાઉન્ટ

આ સમયે Twitter પર એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે, જેનો તમે માત્ર એકાઉન્ટ વેરિફિકેશનથી જ ભોગ બની શકો છો.

Twitter એકાઉન્ટ વેરિફિકેશન હવે ખૂબ જ સરળ થયું છે. જો તમે કોઈ સંસ્થા, સેલિબ્રિટી અથવા પત્રકાર સાથે જોડાયેલા છો તો તે સોનામાં સુગંધ જેવું છે. Twitterની બ્લુ ટિક વેરિફિકેશન પ્રક્રિયા હવે ખૂબ જ સરળ બની ગઈ છે. તમારામાંથી ઘણા એવા હશે જેઓ તમારા Twitter એકાઉન્ટને વેરિફાઈ કરવા માંગતા હશે, પરંતુ કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો છે જે જાણવી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સમયે Twitter પર એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે, જેનો તમે માત્ર એકાઉન્ટ વેરિફિકેશનથી જ ભોગ બની શકો છો.

વેરિફિકેશન થતાં જ આવી જશે આ મેસેજ 

Twitter એકાઉન્ટ વેરિફિકેશનની સાથે જ આજે એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. જેવું તમારું Twitter એકાઉન્ટ વેરિફાઈ થશે, થોડીવાર પછી તમને ટ્વિટર સપોર્ટ ટીમના નામે એક મેસેજ આવશે, જ્યારે આ મેસેજ Twitter સપોર્ટ ટીમ તરફથી નહીં પરંતુ સ્કેમર્સ તરફથી આવશે.

આ મેસેજમાં તમને તમારું ઈ-મેલ આઈડી, મોબાઈલ નંબર અને ઓળખ કાર્ડ પૂછવામાં આવશે. આ મેસેજ એવી રીતે લખવામાં આવી રહ્યો છે કે, તમે છેતરાઈ જશો અને તમને લાગશે કે મેસેજ ખરેખર Twitter પરથી જ આવ્યુ.

મેસેજમાં એવું લખવામાં આવ્યું છે કે, રિ-વેરિફિકેશન માટે માહિતી આપવી જરૂરી છે, નહીં તો બ્લુ ટિક પાછી ખેંચી લેવામાં આવશે. સ્કેમર્સની આડમાં તમે આ માહિતી શેર કરતાની સાથે જ તમારા ઈ-મેલ પર Twitter લોગિન અથવા પાસવર્ડ રીસેટની સૂચના આવશે. ભૂલથી પણ તેના પર ક્લિક ન કરો, નહીં તો તમારું એકાઉન્ટ પળવારમાં હેક થઈ જશે.

તમારા માટે ટિપ તરીકે એ મહત્વનું છે કે, તમે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ચાલુ કરો. આ સિવાય ટ્વિટર સપોર્ટના નામ પર ન આવો અથવા આવા કોઈ મેસેજનો જવાબ ન આપો જેમાં તમારી પાસેથી અંગત માહિતી પૂછવામાં આવી હોય. જો આવો કોઈ મેસેજ આવે તો તરત જ તેની જાણ કરો અને એકાઉન્ટ બ્લોક કરી દો. તેથી જો એકાઉન્ટ વેરિફાઈડ હોય તો સાવધાન રહો અને ઈ-મેલ આઈડી, ફોન નંબર જેવી માહિતી કોઈની સાથે શેર કરશો નહીં.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *