અસ્થમા અથવા તો શ્વાસના રોગ સાથે સંકળાયેલ લોકોએ લાંબા સમય સુધી ACમાં રહેવું જોઈએ નહીં. તેનાથી તેમની મુશ્કેલીઓ વધી શકે છે.
આ કાળઝાળ ગરમીમાં AC તમને ઠંડકનો અહેસાસ કરાવે છે. થોડો સમય એસીમાં રહેવાથી તમને ગરમીથી રાહત મળી શકે છે. પરંતુ જો તમે લાંબા સમય સુધી ACનો ઉપયોગ કરો છો, તો તે તમારા સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરી શકે છે. જી હાં, લાંબા સમય સુધી ACમાં સૂવાથી કે રહેવાથી શરીરને અનેક નુકસાન થઈ શકે છે.
લાંબા સમય સુધી એસીમાં સુવાને કારણે તમારો ઈમ્યૂનીટી પાવર નબળો થઈ શકે છે. એટલા માટે પ્રયત્ન કરો કે જેમ બને તેમ ઓછો સમય ACમાં રહો. જો તમે વધુ સમય સુધી ACમાં સમય વિતાવો છો તો તમારી સ્કિન અને હેર ડ્રાય થઈ શકે છે. સાથે જ શરીરમાં મોઈશ્વર પણ ઓછું થવા લાગે છે.
અસ્થમા અથવા તો શ્વાસના રોગ સાથે સંકળાયેલ લોકોએ લાંબા સમય સુધી ACમાં રહેવું જોઈએ નહીં. તેનાથી તેમની મુશ્કેલીઓ વધી શકે છે. આખી રાત AC ચલાવીને સુવાથી શરીરમાં દુ:ખાવાની ફરિયાદ થઈ શકે છે. ACમાં વધુ સમય સુધી રહેનારને શરદી, ઉધરસનું જોખમ વધુ રહે છે. આ ઉપરાંત જો તમને ડાયરેક્ટ ACની હવા લાગી રહી છે, તો આ સ્થિતિમાં તાવ આવવાની સંભાવના પણ વધી જાય છે. ACમાં સુવાના કારણે કેટલાક લોકોને થાકોરા જેવો અનુભવ થાય છે. એટલા માટે રાત્રે થોડી વાર જ AC ચલાવો. જ્યારે રૂમમાં તાપમાન સામાન્ય હોય ત્યારે AC બંધ કરી દો.