અમદાવાદ, તા.૦૪
સોશિયલ મિડીયા થકી થયેલો પરિચય યુવતી માટે મુસિબત બન્યો. ઈનસ્ટાગ્રામથી મિત્ર બનેલા યુવકે એર હોસ્ટેસનો અભ્યાસ કરતી યુવતીને કેફી પીણું પીવડાવી અર્ધબેભાન કર્યા બાદ અવારનવાર દુષ્કર્મ આચર્યું. ઉપરાંત ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. યુવતીએ યુવકને રોકતા મારઝૂડ પણ કરી હોવાનું સામે આવ્યું છે. જેથી વેજલપુર પોલીસે બળાત્કાર સહીતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
વેજલપુર પોલીસની કસ્ટડીમાં ધરપકડ કરાયેલ આરોપીનું નામ જીત ત્રિવેદી છે. આરોપી એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. પોલીસે જીતની ધરપકડ દુષ્કર્મ, બ્લેક મેઇલિંગ અને મારામારીના ગુનામાં કરી છે. આરોપીએ એરહોસ્ટેસનો અભ્યાસ કરતી અને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી યુવતીને પોતાના ઘરે મળવા બોલાવી હતી. બાદમાં પીઝા અને કોલ્ડ ડ્રિન્ક્સમાં કેફી પીણું પીવડાવી અવારનવાર દુષ્કર્મ ગુજારી યુવતીની મરજી વિના શારીરિક સંબંધો બાંધ્યા હતા. જે અંગે પીડિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે જીત ત્રિવેદીની ધરપકડ કરી છે. યુવતીએ દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસ સમક્ષ રજૂઆત કરી કે, આરોપીએ દુષ્કર્મ ગુજાર્યા બાદ યુવતીને લગ્નની લાલચ આપી. બાદમાં આરોપીના માતા-પિતા યુવતીને મળવા માંગે છે. તેમ કહી એકલી ઘરે બોલાવી હતી. અને એકલતાનો લાભ લઈ ફરી વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. જાેકે આ બનાવ બાદ પીડિતાને દુખાવો રહેતા માતા-પિતાને જાણ કરી હતી જેથી મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો. મહત્વનું છે કે સોશિયલ મીડિયાથી પરિચયમાં આવેલી યુવતીએ યુવક પર આંધળો વિશ્વાસ રાખતા પસ્તાવાનો સમય આવ્યો છે. તો બીજી તરફ પોલીસે યુવકના મોબાઈલ અને સોશિયલ મીડિયાની તપાસ હાથ ધરી છે. જેથી યુવક પાસે યુવતીના કોઈ ફોટા છે કે કેમ, અને કોઈ જગ્યાએ વાયરલ કર્યા છે કે કેમ તેની તપાસ થઈ શકે. ત્યારે આ કિસ્સો અનેક માટે ચેતવણી સમાન છે. યુવતીએ દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસ સમક્ષ રજૂઆત કરી કે, આરોપીએ દુષ્કર્મ ગુજાર્યા બાદ યુવતીને લગ્નની લાલચ આપી. બાદમાં આરોપીના માતા-પિતા યુવતીને મળવા માંગે છે. તેમ કહી એકલી ઘરે બોલાવી હતી.