Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

વાસણ ઘસતી જેઠાણી પર બ્લેડનાં ઘા ઝીંકી દેરાણી નાસી ગઈ

પંદરેક દિવસ અગાઉ કચરો નાખવા બાબતે દેરાણી જેઠાણી વચ્ચે ઝગડો થયો હતો, જેની અદાવત રાખી દેરાણીએ જેઠાણી પર જીવલેણ હુમલો કર્યો

કલોલ,
કલોલ રેલ્વે પાણીની ટાંકી પાસે પંદરેક દિવસ અગાઉ કચરા બાબતે દેરાણી જેઠાણી વચ્ચે ઝગડો થયો હતો. જેની અદાવત રાખી ઘર આગળ વાસણ ઘસતી જેઠાણી પર બ્લેડનાં ઘા ઝીંકી દેરાણી નાસી ગઈ હતી. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ જેઠાણીને દાઢી પર પાંચ અને ગળાના ભાગે ત્રણ ટાંકા લેવા પડ્યા હતા.

આ અંગે કલોલ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. કલોલમાં નજીવી બાબતે દેરાણીએ બ્લેડ વડે જેઠાણી પર જીવલેણ હૂમલો કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. કલોલ રેલ્વે પૂર્વ પાણીની ટાંકીની પાસે આરસોડીયા રોડ ખાતે રહેતા ૫૫ વર્ષીય રમીલાબેન મકવાણાનાં પતિ મુકેશભાઇનું વર્ષ· ૨૦૧૮માં ટીબીની બીમારીના કારણે અવસાન થયું હતું. ત્યારથી રમીલાબેન જીઆઇડીસીમાં મજૂરી કામ કરી દિયર ભકતિભાઇ નારણભાઇ મકવાણાની બાજુમાં રહે છે. જેઓ તેમની દેખરેખ રાખે છે. ગઈકાલે રમીલાબેન અને દેરાણી મીનાબેન ઘરે હાજર હતા. ત્યારે અગિયાર વાગે રમીલાબેન ઘરે વાસણ ધોવા માટે બેઠા હતા. એ દરમ્યાન અચાનક પાછળથી તેમની બીજી દેરાણી ચંન્દ્રીકાબેન શૈલેષભાઇ મકવાણા (રહે- પાણીની ટાંકીની પાસે) પોતાના હાથમાં બ્લેડ લઇને આવી હતી, અને રમીલાબેનને પકડી નીચે પાડી દીધા હતા. બાદમાં ગાળો બોલી બ્લેડ વડે આડેધડ ઘા રમીલાબેનને ઝીંકી દીધા હતા. આથી તેમણે બુમાબુમ કરતા મીનાબેન સહિતના આસપાસના લોકો દોડી આવ્યા હતા. જેનાં પગલે દેરાણી ચંદ્રિકા ત્યાંથી ભાગી ગઈ હતી. ઇજાગ્રસ્ત રમીલાબેનને કલોલ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે દાઢીના ભાગે પાંચ અને ગળાના ભાગે ત્રણ ટાંકા લઈ સારવાર કરી હતી.

ઉલ્લેખનીય છે કે, પંદરેક દિવસ અગાઉ કચરો નાખવા બાબતે દેરાણી જેઠાણી વચ્ચે ઝગડો થયો હતો. જેની અદાવત રાખી દેરાણીએ જેઠાણી પર જીવલેણ હુમલો કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *