શાસ્ત્રી સ્ટેડિયમના બગીચાને ‘નમોવન’ નામ અપાશે
અમદાવાદ,

ગુજરાત તેમજ દેશના લોકલાડીલા એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧માં જન્મદિન નિમિત્તે નવા નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રી બગીચામાં ૭૧ હજાર વૃક્ષારોપણ કરવામાં આવ્યો હતો અને તેને ‘નમો વન’ નામ જાહેર કરાશે. આ કાર્યક્રમ કરી પ્રકૃતિ પ્રેમનો સંદેશો આપ્યો હતો.