(અબરાર અલ્વી)
Ahmedabad,
વટવામાં એક મહિલા જીંદગી માટે આજીજી કરતી રહી પરંતુ પૂર્વ પતિએ છરીના ઉપરા છાપરી ઘા મારી હત્યા કરી નાખી. જ્યાં સુધી મહિલાનો દમ ન ગયો ત્યાં સુધી પૂર્વ પતિ હેવાન બની છરીના ઘા મારતો રહ્યો. આ વિકૃત પતિ અજય ઠક્કરે પોતાના મિત્રો સાથે મળીને પૂર્વ પત્નીની હત્યા કરી નાખી કારણ કે, પત્નીએ એક વર્ષ પહેલા છુટાછેડા લઈને તેના પતિના મિત્ર મહેશ ઠાકોર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.
આજ વાતની અદાવત રાખીને આરોપી અજય અને તેનો પિતરાઈ ભાઈ ભાવેશ, ઋષભ, જયદીપ સહીત 7 લોકો ઈકો ગાડી લઈ મૃતક મહિલા હેમાના ઘરે જઈ રેકી કરી હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યુ કે 15 વર્ષ પહેલા મૃતક હેમા મરાઠીએ થરા ગામમાં રહેતા અજય ઠક્કર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.