રીઝવાન આંબલીયા
શંકાની પિસ્તોલ બધાએ એક બીજાના લમણે તાકી .. “લાયા બાકી” આવી રહી છે આપના નજીકના સિનેધરમાં
ગુજરાતી ફિલ્મ મેકિંગનો યુગ બદલાઈ ચૂક્યો છે. હવે દર્શકો પણ સિનેમાઘરોમાં જઈને ગુજરાતી ફિલ્મો જોવાનું પસંદ કરી રહ્યા છે. તેવામાં ગુજ્જુ પ્રમોશન્સ પ્રા. લિ. દ્વારા એક સુંદર ગુજરાતી કોમેડી ફિલ્મ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેનું નામ છે “લાયા બાકી” આ ફિલ્મ એક સિચ્યુએશનલ કોમેડી ફિલ્મ છે. જેમાં પરિસ્થિતિઓના ઉતાર-ચઢાવ જોઈને દર્શકો હસી હસીને લોટપોટ થઈ જશે.
આ ગુજરાતી કોમેડી ફિલ્મની કહાની એમ છે કે, પરિન મચ્છર પાપાજીસ પિત્ઝાની ફ્રેન્ચાઈઝી એક ઓફિસમાં શરૂ કરે છે. અહીં તે મેનેજર છે. પરંતુ આ જ ઓફિસ અગાઉ પરિન માંકડ નામનાં ડિટેક્ટિવની હતી. પરિન મચ્છર અને પરિન માંકડ બંનેનાં નામમાં જ સામ્યતા છે અટકમાં નહીં. પરિન મચ્છરને એવો કુવિચાર આવે છે કે, તે પરિન માંકડની ડિટેક્ટિવ તરીકેની જે પ્રતિષ્ઠા છે તેનો ગેરલાભ ઉઠાવે. આવું કરવા જતાં પરિન માંકડના જૂના ક્લાયન્ટ્સે ખ્યાલ આવી જાય છે અને તે પરિન મચ્છરનો ભાંડો ફોડી નાખે છે કે, તે જૂઠું બોલી રહ્યો છે. બસ અહીંથી જ શરૂ થાય છે હાસ્યનું વાવાઝોડું…
આ ફિલ્મમાં મુખ્ય કલાકારો તરીકે દાનેશ ગાંધી અને માધવી પટેલ આગવી રીતે રજુ થનાર છે તેમજ અન્ય પાત્રોની ભૂમિકામાં જાણીતા કલાકારો ફિરોઝ ભગત, અનુરાગ પ્રપન્ન, રાગી જાની, અંશુ જોશી, કલ્પેશ પટેલ, જય પંડ્યા, શિવાની ભટ્ટ, પ્રકાશ મંડોરા, અંજલિ આચાર્ય, શૈલેષ પ્રજાપતિ વગેરે જોવા મળશે.
ફિલ્મનું નિર્માણ સૌરભ ખેતાન, મોનિકા પટેલ અને હિરવ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું છે અને દિગ્દર્શન હિરવ ત્રિવેદીનું છે. ફિલ્મનાં લેખક વિપુલ શર્મા છે તેમજ તેમાં જાણીતા કવિ ભાવેશ ભટ્ટે ગીતો લખ્યાં છે. સંગીત માર્ગેય રાવલ અને પલ્લવ બરુઆહનું છે. આ કેમેરાની આખે જેણે ફિલ્મને સ્વીકારી તથા એડિટ માં પણ ભૂમિકા ભજવી છે એ હેત રાહુલ પટેલ.
આ ફિલ્મ તારીખ 28 જુલાઈના રોજ આપનાં નજીકનાં સિનેમાઘરોમાં રિલિઝ થઈ ચુકી છે, તો જોવાનું ચૂકશો નહીં આ હાસ્યનું વાવાઝોડું એટલે “લાયા બાકી”
આ સૌની તમામ ફોટોગ્રાફી સેલિબ્રિટી ફોટોગ્રાફર જયેશ વોરાએ કરી હતી.