અમદાવાદ,
મૂળ રાજસ્થાનની રહેવાસી છે અને તેને એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો જેથી તે ભાગી ને અમદાવાદ આવી ગઈ હતી અહીંયાં તેના પ્રેમી અને પરિવાર સાથે રહેતી હતી ત્રણ મહિના વિત્યા બાદ પ્રેમીને લગ્ન કરવાનું કહેતા પછી કરીશું એવી રીતે વાત કરતો હતો. બાદમાં લગ્ન કરવાની ના પાડી અને તેની બહેન સાથે મૂકીને હૈદરાબાદ યુવક જતો રહ્યો હતો. ઘરેથી ભાગીને આવી હોવાથી તેમના પરિવાર વાળા પણ વાત કરવા તૈયાર નથી જેથી ક્યાં જવું તેની ખબર ન પડતાં હેલ્પલાઇનની મદદ લીધી હતી.
અભયમ મહિલા હેલ્પલાઇન ૧૮૧ને અમદાવાદના મેમ્કો વિસ્તારમાંથી ફોન આવ્યો હતો કે મારે મદદની જરૂર છે. પરંતુ મને અહીંયાનું પૂરું સરનામું ખબર નથી જેથી થોડું-ગણું સરનામું જણાવતા મહિલા હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોંચી હતી. યુવતીએ આપેલી માહિતી પરથી મહિલા હેલ્પલાઇનની ટીમે મહા મહેનતે સરનામું શોધી અને ત્યાં પહોંચી હતી જાેકે યુવતી ગભરાયેલી હતી અને અન્ય માણસો હાજર હોવાથી કઈ બોલતી ન હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે તેને સાંત્વના આપી અને જેવો તે હકીકત જણાવવા કહ્યું હતું.
રાજસ્થાનની યુવતી ઘરેથી ભાગીને પ્રેમી સાથે લગ્ન કરવા માટે અમદાવાદ આવી હતી. અમદાવાદ આવ્યા બાદ મેમ્કો વિસ્તારમાં પ્રેમીના ઘરે પહોંચી હતી. ત્રણ મહિના વિત્યા છતાં પ્રેમી લગ્ન કરતો ન હતો. અવારનવાર કહેતા તેણે પછી કરીશું એમ કહેતો. છેવટે હવે મારે લગ્ન નથી કરવા એમ કહીને તેના જ પરિવાર સાથે મૂકી હૈદરાબાદ જતો રહ્યો હતો. યુવતીને તેના ઘરે પરત જવું હતું પરંતુ ઘરેથી ભાગીને આવી હોવાથી તેને પરિવારવાળા વાત કરતા ન હતા. જેથી તેણે મહિલા હેલ્પલાઇન અભયમની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે રાજસ્થાન ખાતે તેના માતા-પિતા સાથે વાત કરાવી યુવતીથી ભૂલ થઈ ગઈ તેમ સમજાવ્યા હતા. યુવતી પોતે ભૂલ સ્વીકારવા તૈયાર છે તેમ કહ્યું હતું. જેથી માતા-પિતા મળી ગયા હતા અને પોતાની દીકરીને લેવા અમદાવાદ આવા તૈયાર થયા હતા. જ્યાં સુધી માતા-પિતા આવે ત્યાં સુધી યુવતીને આશ્રય ગૃહમાં મોકલી આપવામાં આવી હતી.