Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

રાજયમાં દિવસેને દિવસે નાના બાળકોની આત્મહત્યા સામે આવી રહી છે

માતાપિતાએ તેમના બાળકોને આર્ત્મનિભરતાનો અર્થ સમજાવવો જાેઈએ. સ્વ એટલે ‘સ્વ’ અને અવલંબન એટલે ‘સપોર્ટ’ એટલે કે સ્વનો આધાર લેવો. આર્ત્મનિભરતા એટલે તમારા મનની અનંત શક્તિમાં વિશ્વાસ કરવો. મનની અનંત શક્તિ જ વ્યક્તિને સફળ બનાવે છે. જે મનથી મજબુત હોય તેના માટે કશું જ અશક્ય નથી. બાળકોના મન પર આ દબાણ શા માટે આપવું કે તેઓએ એક જ વારમાં સફળ થવાનું છે. દરેક બાળકમાં અલગ-અલગ ગુણો અને રુચિઓ હોય છે, તેને સમજીને તેને સાચો માર્ગ બતાવવો જરૂરી છે. તેમને તેમની ક્ષમતા અને શક્તિમાં વિશ્વાસ કરાવવા માટે આપણે જાગૃત થવું જરૂરી છે.

રાજકોટમાં ગઈકાલે ધો.૫માં ભણતી ૧૦ વર્ષની એક બાળકીએ આપઘાત કરી લેતા હાલ ચકચાર મચી જવા પામ્યો છે. હાલ રાજ્યમાં બાળકોના આત્મહત્યાના કિસ્સાઓ વધવા લાગ્યા છે. આ અંગે મનોવિજ્ઞાન ભવનના ડો.ધારા આર. દોશી અને ડો.યોગેશ જાેગસણના મતે બાળકોમાં વધતા આત્મહત્યાના પ્રમાણ પાછળ માતા-પિતાની વધુ પડતી અપેક્ષા, અપૂરતી માહિતી અને ખોટુ શિક્ષણ, જિદ્દી અને આક્રમકતા જવાબદાર છે. મનોરોગ માત્ર વયસ્કોમાં જ હોય એ જરૂરી નથી. બાળકો પણ ઘણી સમસ્યાઓનો સામનો કરતા હોય છે. જાે યોગ્ય સમયે બાળકોનો વ્યવસ્થિત ઉપચાર કરવામાં ન આવે તો તેની બાળક પર ખૂબ નિષેધક અસર પડી શકે. સમાજમાં મનોરોગ વિશેના જ્ઞાનની ખૂબ જરૂર છે. સફળ વ્યક્તિની ઓળખ તેના ચારિત્ર્યથી નહીં, પરંતુ આર્થિક રીતે સમૃદ્ધ અને ભૌતિક સુખના માધ્યમથી થાય છે. આ કારણથી દરેક વાલીઓએ નાનપણથી જ બાળકોના મનમાં આ વાત ફિટ કરવાનું શરૂ કરી દીધું છે કે જાે તેમને સફળ થવું છે અને જાે તેઓને આર્ત્મનિભર બનવું હશે તો અમીર બનવું પડશે. બાળકોને આર્ત્મનિભરતા અને આર્થિક રીતે સમૃદ્ધ થવાનો અર્થ સમજાવે છે. મોટો માણસ બનવું એટલે ડોક્ટર, એન્જીનીયર, મોટા બિઝનેસમેન બનવું. આજે બાળકો ભારે બેગના દબાણ અને માતાપિતાની ઉચ્ચ આકાંક્ષાઓની અપેક્ષા હેઠળ જીવે છે. આ જ કારણ છે કે નાની ઉંમરે બાળકોમાં આત્મહત્યાનું વલણ વધી રહ્યું છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *