Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

રાજપીપળા : લગ્નની લાલચ આપી સગીરાને ગર્ભવતી બનાવનાર વાવડી ગામના યુવક સામે ગુનો દાખલ

સાજીદ સૈયદ નર્મદા

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની એક ગામની સગીરાને યુવકે લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવવાનો કિસ્સો સામે આવ્યો છે. નાંદોદ તાલુકાના એક ગામમાં રહેતી શ્રમિક પરિવારની 17 વર્ષીય સગીરાને નાંદોદ તાલુકાના વાવડી ગામના પ્રકાશભાઈ કોઈજીભાઈ વસાવા સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા. તે સમયે આરોપીએ સગીરાને હું તારી સાથે લગ્ન કરીશ એમ કહી તેનું શારીરિક શોષણ પણ કર્યું હતું. જોકે તારીખ 09/08/2023ના રોજ બપોરના સમયે મળવા બોલાવી સગીરાને હાથ પકડી ખેતરમાં ખેંચી જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા.

આ સંબંધોના પરિણામે સગીરા ગર્ભવતી બની હતી જેની શારીરિક તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી ત્યારે ફરજ પરના ડોક્ટરે પોલીસને જાણ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજપીપળા ટાઉન પોલીસે આરોપી પ્રકાશ કોઈથી વસાવા સામે પોકસો અને બળાત્કાર મુજબ ગુનો દાખલ કર્યો છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *