(સૈયદ સાજીદ ) રાજપીપળા
હાલ રક્ષાબંધન તેહવારની ઉજવણી કરવામાં આવી રહી છે. રક્ષાબંધન એટલે પવિત્ર ભાઈ અને બહેનનો તહેવાર માનવામાં આવે છે. રક્ષાબંધનના તહેવારમાં બહેન ભાઈની પાસે જઈને રાખડી બાંધે છે.


નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે આવેલ બ્રહ્મકુમારીની બહેનો દ્વારા રાજપીપળાના 50 જેટલા પોલીસ ભાઈઓને, કેવડિયા એકતાનગર ખાતે CISFના 60 જવાનો અને SRPF કેવડિયા એકતા નગર ખાતે 125 જવાનો અને કેવડિયા પોલીસ સ્ટેશન ખાતે 30 પોલીસ જવાનોને રાજપીપલા એસટી ડેપો ખાતે 20 ભાઈઓને કુલ નર્મદા જિલ્લામાં મળીને 285 જેટલા ભાઈઓને રાખડી બાંધી બ્રહ્મકુમારીની બહેનો દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.