રાજકોટ,તા.૧૫
રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ૧૦ વર્ષની એક બાળકીએ પોતાના જ અપહરણનું નાટક રચ્યું હતું. જાગૃત સમાજ માટે આ કિસ્સો લાલબતી સમાન છે.
પોપટપરા વિસ્તારમાં રહેતી ૧૦ વર્ષની બાળકીએ થાર કારમાં કેટલાક શખ્સોએ પોતાના અપહરણ થયાનું નાટક કર્યું હતું. ૪ કલાક પોલીસની તપાસ બાદ બાળકીએ નાટક રચ્યું હોવાનું સામે આવ્યુ હતું. ટ્યુશનમાં ન જવું હોવાથી બાળકીએ આખું નાટક રચ્યું હતું. CCTV ફૂટેજ અને રી-કન્ટ્રક્શન બાદ બાળકીએ ખુદ આ વાતનો સ્વીકાર કર્યો હતો.
આજે સવારે રાજકોટમાં પોપટપરા વિસ્તારની એક બાળકી ઈનોવેટિવ સ્કૂલમાં અભ્યાસ કરે છે. બાળકીએ કહ્યું હતું કે, થાર કારમાં આવેલ ઇસમોએ તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે તે ઈસમને બચકું ભરી લેતા તેનો બચાવ થયો પણ તેની એક બહેનપણીનું અપહરણ કરી ઇસમો નાસી છૂટ્યા છે. જાે કે, આ ઘટનાની જાણ થતાં જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. પરંતુ વાત એમ હતી કે, હોમ વર્ક બાકી હોવાથી બાળકીએ આખું નાટક રચ્યુ હતું. પોલીસ તપાસમાં અપહરણ ન થયાનો ખુલાસો થયો છે. સમગ્ર ઘટનામાં lcb, પોલીસ, DCP, ACP, ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
રાજકોટમાં બાળકીના અપહરણ અંગે મોટો ખુલાસો થયો છે.
પોલીસ તપાસમાં બાળકીએ પોતાના અપહરણનું નાટક કર્યું હોવાનું સામે આવ્યું છે. ટ્યુશનમાં ન જવા બાળકીએ અપરહણનું તરકટ રચ્યું હતુ. બાળકીનું અપહરણ થયુ હતું તે વિસ્તારના તમામ CCTVની તપાસ કરી વિસ્તારની પોલીસે જાતે મુલાકાત લીધી હતી. પરંતુ અપહરણ જેવી કોઈ થિયરી મળી ન હતી. રાજકોટ પશ્ચિમ ઝોનના DCP સુધીર દેસાઈએ આ અંગે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, પોલીસ તપાસમાં બાળકીનું ઇન્ટ્રોગેશનમાં નાટક કર્યું હોવાનું સ્વીકાર્યું છે. અમે CCTV ચેક કર્યા હતા. જેમાં બાળકી દોડતી જાેવા મળી હતી. થાર કાર સીસીટીવી કેમેરામાં દેખાતી જ નહોતી. બાળકી અને પરિવારની પૂછપરછ કરવામાં આવ્યું તો સામે આવ્યું કે, ટ્યુશનમાં ન જવું હોવાથી બાળકી દ્વારા આવું તરખટ રચ્યું હતું.