આજે હું હિંમત કરીને કોંગ્રેસ પાર્ટી પદેથી રાજીનામું આપું છું. મને વિશ્વાસ છે કે મારા આ નિર્ણયનું સ્વાગત મારા દરેક સાથી અને ગુજરાતની જનતા કરશે.
ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પટેલે કોંગ્રેસના કાર્યકારી પદેથી રાજીનામું આપ્યું છે. હાર્દિક પટેલના રાજીનામાને લઈને તેમજ બીજેપી (BJP)માં જોડાવવાને લઈને ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી જેનો આજે અંત આવ્યો છે. હાર્દિક પટેલ પક્ષથી નારાજ હતા. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલ કેસરીયો ખેંસ ધારણ કરે તેવી શક્યતાઓ છે. ઘણા લાંબા સમયથી હાર્દિક પટેલ પક્ષથી નારાજ હોવાના સમાચાર હતા. તેઓએ આખરે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે.
જેમ જેમ વિધાનસભાની ચૂંટણીઓ આવે છે ત્યારે પક્ષપલટો થવાની બાબતો સામે આવતી હોય છે. ત્યારે હાર્દિક પટેલે પોતાના રાજીનામની જાણકારી આપતા ટ્વિટ કર્યું કે, આજે હું હિંમત કરીને કોંગ્રેસ પાર્ટીમાં મારા પદેથી રાજીનામું આપું છું. મને વિશ્વાસ છે કે મારા આ નિર્ણયનું સ્વાગત મારા દરેક સાથી અને ગુજરાતની જનતા કરશે.
હું માનું છું કે, મારા આ નિર્ણય પછી ભવિષ્યમાં ગુજરાત માટે સકારાત્મક રૂપથી કાર્ય કરી શકીશ. આ પ્રકારની વાતનો ઉલ્લેખ હાર્દિક પટેલે રાજીનામું આપતાની સાથે જ ટ્વિટર હેન્ડલ પરથી કર્યો છે. હાર્દિક પટેલના વારંવાર કોંગ્રેસ સામેના નિવેદનો એક પછી એક સામે આવી રહ્યા હતા ત્યારે કોંગ્રેસ પણ હાર્દિકની નિવેદનબાજીથી નારાજ હતું ત્યારે આખરે હાર્દિક પટેલે આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.