બાળકોને સમાજના ભાવિ અને જવાબદાર નાગરિક બનાવવાની ભાવના આત્મસાત કરવાની કામગીરી સરાહનીય
નિક્ષય મિત્ર બનીને ટીબીના દર્દીઓ માટે મદદરૂપ થવા બાળકોની અપીલ
સાજીદ સૈયદ, નર્મદા
રાજપીપલા, મંગળવાર :- ટીબી મુક્ત અભિયાનને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે જનભાગીદારી અતિમહત્વપૂર્ણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દરેક વ્યક્તિ, સંસ્થા, નાગરિકો, સમાજના પ્રતિનિધિઓને રાજ્ય-રાષ્ટ્ર સહિત સર્વ સમાજની જનભાગીદારીને ટીબીને નાબૂદ કરવા માટે મહત્વની ભૂમિકા ભજવવા આહ્વાન કર્યુ હતુ.
નર્મદા જિલ્લાને ટીબી મુક્ત બનાવવા માટે બાળકોની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જુના રાજુવાડિયાના પેટા આરોગ્ય કેન્દ્ર ઉમરવા ખાતે પ્રારંભાયેલી આ રેલી ટીબી મુક્ત ઝુંબેશને વધુ મજબુત બનાવવાની સાથે નાગરિકોને પણ પ્રોત્સાહન પુરુ પાડશે. ટીબી મુક્ત ભારતના નારા સાથે શરૂ થયેલી આ રેલીમાં બાળકોએ નગરજનોને નિક્ષય મિત્ર બની ટીબીના દર્દીઓને દત્તક લેવા માટે જાગૃત કરીને ટીબીના પ્રત્યેક દર્દીઓને મદદ કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમાજના કોઈ પણ નાગરિકો નિક્ષય મિત્ર બનીને ટીબીના દર્દીઓને મદદ કરી શકે છે. https://communitysupport.nikshay.in પર લોગિન કરીને પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન પર ક્લિક કરી નિક્ષય મિત્ર રજીસ્ટ્રેશન ફોર્મ પર નોંધણી કરી શકાશે. જ્યાં કોઈ પણ નિક્ષય મિત્ર ટીબીના દર્દીઓને માસિક પોષણ કીટ આપીને તેમના ક્ષય રોગમાં સહભાગીદારી નોંધાવીને સમાજના એક જવાબદાર નાગરિકની ફરજ અદા કરી શકો છે.