મહુવા,
મહુવા સોરઠીયા ઘાંચી સમાજ સંચાલિત હાજી ઈસા કલીનીકનું આજરોજ ઉદઘાટન કરાયું. મહુવા સોરઠીયા ઘાંચી સમાજના પુર્વ પ્રમુખ હાજી ઈસાભાઈ કાળવાતરનું થોડા સમય પહેલા અવસાન થયું હતું. જેના ભાગરૂપે સમાજની પરંપરા મુજબ મહુવા સોરઠીયા ઘાંચી સમાજના નવા પ્રમુખ માટે સમાજના આગેવાનો તેમજ નાતીલાઓની જાહેર મિટિંગ યોજાય હતી. જેમાં સમાજના તમામ જુના કારોબારી સભ્યોએ ઉંમરને ધ્યાનમાં રાખી સ્વૈચ્છિક રાજીનામા આપ્યા હતા અને સમાજના આગેવાનો, તેમજ નાતીલાઓના સર્વાનુમતે નવા પ્રમુખ પદ પર હાજી ઈસાભાઈ કાળવાતરના દીકરા જનાબ ઉંમરભાઈ હાજી ઈસાભાઈ કાળવાતરની પસંદગી કરવામાં આવી હતી અને સાથો સાથ નવી કારોબારી સભ્યોની ટીમની પણ રચના કરાઈ જેમાં લગભગ યુવા વર્ગનો વધારે સમાવેશ કરાયો હતો.
હવે જ્યારે ઘાંચી સમાજની નવા પ્રમુખ સાથે પુરી ટીમ તૈયાર કરી દેવાઈ હોય તો સમાજ ઉપયોગી કાર્યને પણ વેગ અપાયો હતો. જેના ભાગરૂપે આજરોજ તા.14/04/22ને ગુરૂવાર સવારે 10:00 કલાકે સમાજના આગેવાનો, સમાજના હોદેદારો, નવનયુક્ત પ્રમુખ ઉંમરભાઈ હાજી ઈસાભાઈ કાળવાતરના અધ્યક્ષ સ્થાને મદીના મસ્જીદના પેશ ઇમામ સાહેબ, ભાદરોડ મદ્રસાના પેશ ઇમામ, તેમજ સમસ્ત મુસ્લિમ સમાજ મહુવાના પ્રમુખ હાજી સલીમભાઈ બામુસા અને સમાજના નાતીલાઓ અને ક્લિનિક સ્ટાફ તેમજ ડૉક્ટર સાહેબની હાજરીમાં દુઆઓ કરી મર્હુમ હાજી ઈસાભાઈ કાળવાતરના આત્માને શાંતિ મળી રહે તેમજ જન્નતમાં આલાથી આલા મકામ હાસિલ થાય તેવી દુઆઓ કરી હાજી ઈસા ક્લિનિકને આમ લોકો માટે ખુલ્લુ મુકાયું હતું.