મહારાષ્ટ્રની રાજનીતિમાં ધાર્યા કરતા ઉંધુ, એકનાથ સિંદે મુખ્યમંત્રી, જે.પી નડ્ડાએ ડેપ્યુટી સી.એમ. તરીકે જાણો કોનું નામ લીધું
જેપી નડ્ડાએ ડેપ્યુટી સીએમ તરીકેનું નામ ઘોષિત કરતાની સાથે જ એક નવો યુ-ટર્ન મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરીથી જોવા મળ્યો
મહારાષ્ટ્ર્રમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. દેશમાં મહારાષ્ટ્રની રાજનીતિને લઈને એક પછી એક ચોંકાવનારા નિર્ણયો લેવાયા છે. ખાસ કરીને 22 જૂનથી આ પ્રકારે મહારાષ્ટ્રની અંદર ગરમા ગરમીનો માહોલ જોવા મળ્યો છે, ત્યારે એકનાથ સિંદેને સી.એમ. બનાવાતા સૌ કોઈ આ વાતથી ચોંકી ઉઠ્યા હતા, ત્યારે દેવેન્દ્ર ફડણવીસ સીએમ પદના શપથ લે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ એકનાથ સિંદેનું નામ ખુદ દેવેન્દ્ર ફડણવીસ વિશે સી.એમ. તરીકે ઘોષિત કર્યું હતું.
ત્યારબાદ ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ડેપ્યુટી સીએમ તરીકેનું નામ ઘોષિત કરતાની સાથે જ એક નવો યુ ટર્ન મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરીથી જોવા મળ્યો છે. દેવેન્દ્ર ફડણવીસને સરકારમાં રહેવું જોઈએ અને ડે. સી એમ. બનવું જોઈએ તેવું નિવેદન તેમણે કર્યું હતું અને તેમને ડેપ્યુટી સી.એમ. બનવા અપીલ કરી હતી. જે પી નડ્ડાની આ વાતને સ્વીકારી પણ લીધી છે. તેઓ ડેપ્યુટી સીએમ મહારાષ્ટ્રના બનશે પૂર્વ સીએમ રહી ચૂકેલા દેવેન્દ્ર ફડણવીસ સરકારનો હિસ્સો ડેપ્યુટી સી એમ તરીકે રહેશે .
મહારાષ્ટ્રની રાજનીતિમાં આ બે ચોંકાવનારા ખુલાસાઓ થયા છે કેમ કે એકનાથ શિંદેને ડેપ્યુટી સીએમ બનાવાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે તેનાથી બિલકુલ ઉંધુ જ જોવા મળ્યું હતું.