રીઝવાન આંબલીયા
“મસ્ત નોકરી સરકારી”નો પ્રીમિયર શો આમંત્રિત મહેમાનો અને કલાકારોની હાજરીમાં અગોરા મોલ ગાંધીનગર હાઇવે ખાતે યોજાયો હતો.
થોડી વાત કરીએ ફિલ્મ વિશે ફિલ્મનો વિષય આજની યુવા પરિસ્થિતિને લઈને કે, જેઓને નોકરી સરકારી જ જોઈએ એવી ઈચ્છા છે અને એક કોમ્પ્લેક્સથી પીડાતા હોય છે, એક વર્ગ એવો છે જે બાપદાદાનો ધંધો કરવા તૈયાર નથી, આવા અલગ અલગ સામાજિક પ્રોબ્લેમમાં એવા લપેટાઈ જાય છે કે, તેઓ જીવનની મજા લેવાનું જ ભૂલી જાય છે, આવા જ સામાજિક પ્રોબ્લેમને લઈને અગાઉ આર્ટ ફિલ્મ ના નામે ઘણા બધા મોટા ગજાના ડિરેક્ટરોએ ફિલ્મો બનાવી છે જેમાં આક્રોશ, મિર્ચ મસાલા, સલામ બોમ્બે, અંકુર, રેનકોટ, અર્થ જેવી ઘણી ફિલ્મો છે. જખમ ફિલ્મ જેમાં આખી ફિલ્મમાં અજય દેવગણે ફક્ત એક જ જોડી કપડાં પહેર્યા છે ઘણી સુપરહિટ ફિલ્મ શ્યામ બેનેગલ ઋષિકેશ મુખરજી ઘણા ખરા એવા ડિરેક્ટરોના નામ છે જે લોકો સ્પેશિયલ આવી આર્ટ ફિલ્મ માટે જાણીતા હતા, અને આ પ્રકારની ફિલ્મોના બજેટ નાના હોવાથી મોટા ગજાના કલાકારો નસીરુદ્દીન શાહ, ઓમપુરી, સ્મિતા પાટીલ, રાજ બબ્બર આ બધા સેવા ભાવ સાથે કામ કરવા તૈયાર હતા, અને તેઓ આવી ફિલ્મ માટે કોઈપણ જાતના મહેનતાણા વગર પણ કામ કરવાના દાખલા છે. આટલું સારું માન એક જમાનામાં આર્ટ ફિલ્મોને આપવામાં આવતું હતું.
“મસ્ત નોકરી સરકારી” આ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મના પ્રોડ્યુસર છે મયંકભાઈ ઓઝા, ડિરેક્ટર છે મિલન દેવમણી જેમણે બહુ જ સરસ ડિરેક્શન કર્યું છે અને ખાસ આ ફિલ્મના એજ્યુકેટીવ પ્રોડ્યુસર રાજેશ એમ ચૌહાણ જેમની આ આઠમી ફિલ્મ છે અને તેઓ ક્યારેય પોતાને આ કામ કરનારા પેનલના વ્યક્તિને બદલતા નથી. ખૂબ જાણીતું નામ છે, લોકેશન એકદમ નેચરલ અને આ પહેલીવાર મેં આ ફિલ્મ એક મેન્શન કર્યું કે આર્ટ ફિલ્મ તરીકે જ્યારે તમે ફિલ્મ જોતા હોઈએ, અને એમા બેકગ્રાઉન્ડ શૂટિંગ જે લોકેશનનુ હોય એ જ પ્રાંતની ભાષા વાપરવી, એટલે તમને એવું લાગે કે, આ એક એવી નાનું સીટી છે. જ્યાં ત્રણ સ્ટોરી પેરેલલ ચાલી રહી છે, મબતબ એક ફિલ્મમાં ત્રણ ફિલ્મ અને ત્રણેયની ભાષા પણ જે લોકેશનમાં શૂટિંગ છે એ જ લોકેશનની બોલી બોલાઈ રહી છે એટલે રિયાલિટી આવે એ તો તમે વિચારી જ શકો છો. રિયાલિટી લાવવામાં કેટલી હદે મહેનત કરી હશે, અને આ ફિલ્મ વિશે એક વાત લખો કે ડ્રેસ પણ એ લોકોએ એ જ જગ્યાએથી આજુબાજુ રહેતા લોકો જેવા કપડાં પહેરે છે, એવા જ એજ બજારમાંથી એવા લઈને શૂટ કર્યું છે.
આ સ્ટોરી લખી છે મિલન દેવમણી અને ડોક્ટર કે. આર. દેવમણીએ જેઓની સ્ટોરી રાઇટર પેટીપેક, તમે કેવા, તુ સ્ટાર છે, જેવી જબરજસ્ત હિટ ફિલ્મ રહી હતી, મ્યુઝિક માટે બે નવી વ્યક્તિ જ જેવો ફાર્મા મેડિકલ સાથે જોડાયેલા છે. મુકુલભાઈ સોની અને આરોન કાનકર પહેલી જ વખત ફીલ્મ મ્યુઝિક આપી રહ્યા છે. ખૂબ જ આવકારદાયક એમણે એમની જવાબદારી નિભાવી છે, પૂજા પુરોહિત, રિદ્ધિ યાદવ, ગીરીમા ભારદ્વાજ, માલવી ગાંધી, જસ્મીત કુમાર, દીપિકા રાવળ, મીના શાહ, ગોપી પંડ્યા, જેપી શુક્લા, ઝાકીર ખાન, સંજય ઘીસા, આનંદ દેવ મણી, ભાવેશ શ્રીમાળી, હિતેશ ઠક્કર, નિલેશ શાહ, કરણ વાઘેલા, હેમંત ત્રિવેદી, જયકૃષ્ણ રાઠોડ, અમુક કલાકારોમાં નાટકના મંજાયેલા કલાકાર છે. એક બે કલાકાર એવા પણ છે જેવો છેક *ઓસ્કાર એવોર્ડ નોમિનેશન સુધી પણ પહોંચી ગયા છે, એટલે પિક્ચરની ક્વોલિટી અને સબ્જેક્ટ કેવો બન્યો હશે, એના માટે એકવાર તો હવે ફિલ્મ જોવા જવું જ જોઈએ, તમામ દરેક કલાકારોને ખૂબ ખૂબ અભિનંદન આટલી સુંદર ફિલ્મ બનાવવા માટે…