આ ઘટના મોબાઈલ રિપેર શોપ પર ઘટી અને તેનો વીડિયો પણ વાયરલ થયો છે.
આ ફોનની બેટરી ફૂલી ગઈ હતી અને કોલ આવ્યો ત્યારે બેટરીમાં વિસ્ફોટ થયો ત્યારબાદ ફોનમાં આગ લાગી ગઈ.
આ અકસ્માતમાં દુકાનદાર કે અન્ય કોઈ પણ વ્યક્તિને ઈજા થઈ નથી.
છેલ્લા કેટલાક સમયથી અનેક એવી ઘટનાઓ સામે આવી છે જેમાં અલગ અલગ બ્રાન્ડના સ્માર્ટફોન બોમ્બની જેમ ફાટ્યા. હાલમાં જ ભારતમાં પણ આવો એક અકસ્માત જાેવા મળ્યો જ્યાં ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની “શાઓમી”નો એક સ્માર્ટફોન અચાનક બ્લાસ્ટ થયો. આ ઘટના મોબાઈલ રિપેર શોપ પર ઘટી અને તેનો વીડિયો પણ વાયરલ થયો છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેપ્ચર થઈ હતી.
આ સ્માર્ટફોન કેવી રીતે ફાટ્યો અને કોઈને ઈજા તો થઈ નથી ને…આ ઘટના ૧૭ ઓગસ્ટ ૨૦૨૨ની છે અને મધ્ય પ્રદેશના બાટઘાટની એક રિપેર શોપમાં ઘટી હતી. દુકાનદારે જણાવ્યું કે, એક વ્યક્તિ પોતાનો સ્માર્ટફોન રિપેર કરાવવા માટે આવ્યો હતો. કારણ કે તેના ફોનની બેટરી ફૂલવા લાગી હતી. દુકાનદારનું એવું કહેવું છે કે ફોન તેની દુકાને હતો ત્યારે અચાનક તેના પર ફોન આવ્યો. રિંગ વાગતા જેવો તેણે સ્માર્ટફોન પોતાના હાથમાં લીધો કે તે બોમ્બની જેમ ફાટ્યો. એવું કહેવાય છે કે, આ ફોન સ્માર્ટફોન કંપની શાઓમી નો છે. જાે તમે વિચારી રહ્યા છો કે આ સ્માર્ટફોન અચાનક કેવી રીતે ફાટ્યો તો અમે તમને જણાવીએ કે આ ફોનની બેટરી ફૂલી ગઈ હતી અને કોલ આવ્યો ત્યારે બેટરીમાં વિસ્ફોટ થયો ત્યારબાદ ફોનમાં આગ લાગી ગઈ.
આ રીતની ઘટનાઓ પહેલા પણ ઘટી ચૂકી છે અને મોટાભાગના કેસમાં કારણ બેટરી સંલગ્ન જાેવા મળ્યું છે. અત્રે જણાવવાનું કે આ અકસ્માતમાં દુકાનદાર કે અન્ય કોઈ પણ વ્યક્તિને ઈજા થઈ નથી. સ્માર્ટફોનનું ફાટવું આજે એટલું સામાન્ય થઈ ગયું છે કે તે ગમે તેની સાથે ઘટી શકે છે. આવું તમારી સાથે ન થાય તે માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જાેઈએ. અમે તમને જણાવીએ કે એવી કઈ ભૂલ છે જેનાથી તમારે બચવું જાેઈએ જેથી કરીને તમારો સ્માર્ટફોન બ્લાસ્ટ ન થાય. સામાન્ય રીતે સ્માર્ટફોન જ્યારે ગરમ થઈ જાય એટલે બ્લાસ્ટ થતો હોય છે. આવું ત્યારે થાય જ્યારે ફોનને જરૂરિયાત કરતા વધુ સમય માટે ચાર્જ કરવામાં આવે. કે પછી ચાર્જ કરતી વખતે તમે ફોન યૂઝ કરો. આ પ્રકારની ભૂલો જે ખુબ સામાન્ય છે તે આપણે કરવી જાેઈએ નહીં. આ ભૂલોથી બચશો તો સ્માર્ટફોન વિસ્ફોટ જેવી દુર્ઘટનાઓથી બચી શકશો.