Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

બ્લેકમેલથી કંટાળી કોમ્પ્યુટર ઓપરેટરે ગળે ફાંસો ખાધો

સુરત,

ઓલપાડનો અને ઉગત-ભેસાણ રોડ પર રહેતા તેમજ ઓનલાઇન શોપિંગની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા ૨૬ વર્ષીય યુવકે ૩૧મી ઓક્ટોબરે મોડીરાતે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જ્યારે પરિવારના સભ્યોએ મૃતકનો મોબાઇલ ચેક કરતા તેમાંથી ચોંકાવનારી હકીકતો જાણવા મળી હતી. જેમાં યુવક સાથે યુવતીએ સોશિયલ મીડિયા પર બીભત્સ વાતચીત કરી ફસાવ્યો હતો. યુવતીએ યુવકનો બીભત્સ વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર તેના સંબંધી અને મિત્રોને મોકલવાની ધમકી આપી બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા હતા. વધુ રૂપિયા માટે સતત બ્લેકમેલ કરતા યુવકે ત્રાસી જઇ ફાંસો ખાધો હતો. જાે કે, વીડિયો ડિલીટ કરવા માટે યુવકે વીડિયો કોલ કરીને પોતે યુવતીને આપઘાત કરવાની પણ ચીમકી આપી છતાં તેણે વધુ રૂપિયાની માગણી ચાલુ જ રાખી હતી.

સમાજમાં બદનામીના ડરે યુવકે ૩૧મી ઓક્ટોબરે મધરાત્રે ૨.૧૮ વાગ્યે પેટીએમથી ૫ હજાર, ૨.૨૬ વાગ્યે બીજા ૫ હજાર તેમજ ૨.૨૯ વાગ્યે ૧૦ હજારની રકમ મળી કુલ ૨૦ હજારની રકમ યુવતીને મોકલી આપી હતી છતાં યુવતીએ તેની પાસે વીડિયો ડિલિટ કરવા માટે વધુ ૫ હજારની માંગણી કરી હતી. યુવક પાસે રૂપિયાની વ્યવસ્થા ન થતાં યુવતી તેની પાસે વારંવાર માંગણી કરી માનસિક ત્રાસ આપી રહી હતી. સુરતમાં રાંદેરના ઉગત-ભેસાણ રોડ પર રહેતા કોમ્પ્યુટર ઓપરેટર સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કર્યા બાદ તેનો બીભત્સ વીડિયો બનાવી યુવતીએ બ્લેકમેલ કર્યો હતો. મૃતકનો મોબાઇલ ચેક કરતાં ખબર પડી કે ૨૦ હજાર રૂપિયા ખંખેર્યા બાદ વધુ રૂપિયા માગી યુવતીએ સતત બ્લેકમેલ કરતા યુવકે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

યુવકની આત્મહત્યા મામલે સાયબર ક્રાઇમે યુવતી સહિત બેને પકડી પાડ્યા હતા. આ મામલે રાંદેર પોલીસે આત્મહત્યાનો દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *