આ રેસમાં બે બ્રિટિશ ભારતીયો પણ સામેલ છે. ભારતીય મૂળના ઋષિ સુનક પ્રથમ રાઉન્ડના વોટિંગમાં આગળ છે
તાજેતરમાં બ્રિટનમાં વડાપ્રધાન અને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા બોરિસ જોન્સનના રાજીનામા બાદ હવે તેમના સ્થાનની રેસ શરૂ થઈ છે. આ રેસમાં બે બ્રિટિશ ભારતીયો પણ સામેલ છે. ભારતીય મૂળના ઋષિ સુનક પ્રથમ રાઉન્ડના વોટિંગમાં આગળ છે. તેમને 88 વોટ મળ્યા છે. જેના કારણે ઋષિ સુનક હાલમાં ટોપ પર છે, આ સિવાય 5 વધુ દાવેદારો વડાપ્રધાન પદની રેસમાં સામેલ છે, પ્રથમ તબક્કાના મતદાનમાં – વેપાર મંત્રી પેની મોર્ડેન્ટને 67 મળ્યા, વિદેશ મંત્રી લિઝ ટ્રુસને 50, કેમીને 40, ટોમ તુગેન્ધતને 37 અને સુએલા બ્રેવરમેનને 32 વોટ મળ્યા. નવા નાણા મંત્રી નદીમ જાહવીને 25 જ્યારે જેરેમી હંટને માત્ર 18 વોટ મળ્યા.
બ્રિટનમાં એક પછી એક અનેક મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. આવી સ્થિતિમાં પીએમ બોરિસ જોન્સનની સરકાર પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા હતા. વડા પ્રધાન બોરિસ જોન્સન પર રાજીનામું આપવાનું દબાણ વધી જતા આખરે તેમને સામે ચાલીને રાજીનામું આપ્યું હતું અને હવે નવા પીએમ બ્રિટનને મળશે. બ્રિટનના પૂર્વ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને અગાઉ તાજેતરમાં જ જણાવ્યું હતું કે તેઓ તેમના મનપસંદ ઉમેદવારને સમર્થન આપીને 10 ડાઉનિંગ સ્ટ્રીટ એટલે કે, વડા પ્રધાન કાર્યાલય માટેની રેસમાં કોઈપણ દાવેદારની જીતની તકોને જોખમમાં નાખવા માંગતા નથી.
ગયા અઠવાડિયે તેમના રાજીનામાની જાહેરાત કર્યા પછી પ્રથમ વખત પત્રકારો સાથે વાત કરતા, જોહ્ન્સને જણાવ્યું હતું કે સંભાળ રાખનાર વડા પ્રધાન તરીકેના તેમના છેલ્લા દિવસોમાં તેઓ તેમના ચૂંટણી ઢંઢેરાના તમામ વચનોને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે જેમાં કેટલાક કામોને અવકાશ પણ આપ્યો છે. જો કે, હવે બોરીસ બાદ નવા વડાપ્રધાનની ઈંગ્લેન્ડમાં આગામી સમયમાં આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તાજપોશી થશે.
પીએમની આ રેસમાં જે નામો સામે આવ્યા છે જેમાં આ રેસમાં બે બ્રિટિશ ભારતીયો પણ સામેલ છે. ભારતીય મૂળના ઋષિ સુનક પ્રથમ રાઉન્ડના વોટિંગમાં આગળ છે.