Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

મેઘ મહેર કે કહેર- આજે ફરી ગુજરાતમાં 123 તાલુકામાં 2થી 7 ઇંચ વરસાદ, આ વિસ્તારોમાં રેસ્ક્યુ આરંભાયું

ડોલવણ 2 ઈંચ, ખેરગામ 3 ઈંચ, પારડી 3 ઈંચ, વાપી 2 ઈંચ,  ચિખલી 7 ઈંચ, ગણદેવી 6 ઈંચ, જલાલપોર 1.75 ઈંચ, ખેરગામ 3 ઈંચ, કુતિયાણા 2 ઈંચ, નવસારી 2 ઈંચ, વલસાડ 2.2 ઈંચ, વઘઈ 2.5 ઈંચ.

આ વખતનો 100 ટકા વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહીથી સૌ કોઈમાં ઉત્સાહ જોવા મળ્યો હતો પરંતુ વરસાદની સિઝનને 1 મહિનાનો સમયગાળો માંડ થયો છે તેવામાં મેઘ મહેર ગુજરાતમાં મેઘ કહેર સમાન બની છે. લોકોને તેમના ઘર છોડવા પડી રહ્યા છે. 400થી વધુ પશુઓ બલી ચડી ગયા છે. 70થી વધુ નાગરિકોના મૃત્યુ વરસાદના કારણે થયા છે ત્યારે હજૂ પણ આગાહી વચ્ચે વરસાદની તારાજી ચાલું જ છે. ત્યારે આજે પણ મેઘ કહેર વચ્ચે ગુજરાતના 123 તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. 

સૌથી વધુ 7 ઈંચ ચિખલીમાં નોંધાયો વરસાદ 

ડોલવણ 2 ઈંચ, ખેરગામ 3 ઈંચ, પારડી 3 ઈંચ, વાપી 2 ઈંચ,  ચિખલી 7 ઈંચ, ગણદેવી 6 ઈંચ, જલાલપોર 1.75 ઈંચ, ખેરગામ 3 ઈંચ, કુતિયાણા 2 ઈંચ, નવસારી 2 ઈંચ, વલસાડ 2.2 ઈંચ, વઘઈ 2.5 ઈંચ વરસાદ પડયો છે. 

નવસારીના વિસ્તારમાં 21 લોકોને બચાવાયા

કાવેરી નદી ગાંડી તુર થતા ચીખલીથી મુંબઈ જતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. નવસારીના વિસ્તારમાં 21 લોકો ફસાઈ જતા બચાવવામાં આવ્યા હતા. એનડીઆરએફની 2 ટીમો અત્યારે તહેનાત કરાઈ છે અન્ય 2 ટીમો ફરીથી બોલાવવામાં આવી છે. એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ગીર સોમનાથમાં આજે પણ રેડ એલર્ટ અરબી સમુદ્રમાં આવેલા બદલાવના કારણે જોવા મળ્યું છે. 8થી 10 ફૂટ ઉંચા મોજા ઉછળી રહેલા જોવા મળી રહ્યા છે. 

વડોદરાના આ ગામમાં NDRFએ દર્દીઓ, સગર્ભાનું રેસ્ક્યુ કર્યું 

વડોદરાના કેટલાક નિચાણવાળા વિસ્તારની અંદર પણ રોડ સમા પાણી ભરાઈ ગયા છે. ત્યારે વડોદરાના કંડારી ગામમાં 2 સગર્ભા મહિલાઓ અને અન્ય 2 દર્દીઓને રેસ્ક્યુ ગઈ કાલે મોડી રાત્રે કરાયા હતા. જેમાં 150 જેટલા ઘરોમાં પાણી ભરાઈ ગયા હોવાનો અંદાજ પણ છે. લોકો અત્યારે તેમનો સામાન તેમના ઘરની છત પર મૂકી રહ્યા છે. ટ્રેક્ટરો ગામની બહાર જવું હોય તો ઉપયોગ ઈમરજન્સીમાં કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારની સ્થિતિ અન્ય ગામોમાં જોવા મળી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રમાં આ તારાજી સતત જોવા મળી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *