SOGએ કાંકરેજનાં બલોચપુરમાંથી ૪ લાખ ૬૫ હજારની કિંમતનું ચરસ ઝડપી પાડ્યું
બનાસકાંઠા,તા.૨૬
ગુજરાતમાં નશાનો વેપલો યથાવત જાેવા મળી રહ્યો છે. ફરી એક વખત મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો ઝડપાયો છે. બનાસકાંઠા SOGએ કાંકરેજનાં બલોચપુરમાંથી ચરસ ઝડપી પાડ્યું છે.
બલોચપુર ગામે આવેલ જાેગણી માતાજીનાં મંદિરનો પૂજારી અને અન્ય એક શખ્સ પાસેથી ચરસ મળી આવ્યું છે. ૪ લાખ ૬૫ હજારની કિંમતનું ચરસ ઝડપાયું છે. પોલીસે ચરસની ૨૪૭ નંગ સ્ટીક અને કાર સહીત ૧૧ લાખ ૭૩ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મૂળ મધ્યપ્રદેશનાં જાંબુઆ જિલ્લાના રહેવાસી મંદિરનો પૂજારી દયાલગીરી બાવાની ધરપકડ કરાઈ છે. તો અન્ય આરોપી ઉત્તર પ્રદેશનાં રાજવીરસિંહ પાસેથી આર્મી PTRનું આઈકાર્ડ મળી આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.