Safeer News

Breaking News from Ahmedabad

Uncategorized

ચંદ્ર કુમારની ફિલ્મ ‘થેંક ગોડ’ રિલીઝ પહેલા વિવાદમાં, ફિલ્મ વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ

ડાયરેક્ટર ચંદ્ર કુમારની ફિલ્મ ‘થેંક ગોડ’ આવી ગઈ મુશ્કેલિમાં,

ફિલ્મ એક્ટર્સ વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ, ધાર્મિક ભાવનાઓને ઠેસ, ધર્મની મજાક ઉડાવવાનો છે આરોપ

ડાયરેક્ટર ચંદ્ર કુમારની આગામી ફિલ્મ ‘થેંક ગોડ’ મુશ્કેલિમાં આવી ગઈ છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં અજય દેવગન, રકુલપ્રીત સિંહ, અને સિદ્ધાર્થ મલ્હોત્રા જાેવા મળશે. ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે, જેને સારો રિસ્પોન્સ મળ્યો. જાે કે, રિલીઝ પહેલા ફિલ્મ વિવાદમાં ઘેરાતી જાેવા મળી રહી છે.

વકીલ હિમાંશુ શ્રીવાસ્તવે જૌનપુર કોર્ટમાં ડાયરેક્ટર ઈન્દ્ર કુમાર, એક્ટર અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અરજદારનું નિવેદન ૧૮ નવેમ્બરે નોંધવામાં આવશે. અરજદારના કહેવા પ્રમાણે, જે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે, તેમાં ધર્મની મજાક ઉડાવવામાં આવી છે અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી છે. પોતાની અરજીમાં શ્રીવાસ્તવે કહ્યું કે, અજય દેવગન સૂટ પહેરીને ચિત્રગુપ્તની ભૂમિકામાં જાેવા મળી રહ્યો છે અને સીનમાં તે જાેક્સ સંભળાવે છે અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કરતા જાેવા મળી રહ્યો છે.

આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, “ચિત્રગુપ્તને કર્મને દેવતા માનવામાં આવે છે અને તે એક મનુષ્યના સારા અને ખરાબ કર્મોનો રેકોર્ડ રાખે છે. દેવતાઓનું આવું ચિત્રણ એક અપ્રિય પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે કારણ કે તેનાથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે છે.” ઈન્દ્ર કુમારના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ યમલોકની કહાની પર આધારિત હશે. ફિલ્મમાં એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલપ્રીત સિંહ પતિ-પત્નીના રોલમાં છે. ફિલ્મમાં નોરા ફતેહીનું આઈટમ સોંગ પણ છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ૨૫ ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *