ઈઝરાયેલની સૌથી સુરક્ષિત ગણાતી જેલમાંથી સુરંગ બનાવીને પેલેસ્ટાઈનના ૬ નાગરિકો ભાગી જવામાં સફળ રહ્યા છે. કેદીઓએ ફિલ્મી સ્ટાઈલમાં આ આખી ઘટનાને અંજામ આપ્યો હતો. ઈઝરાયેલી અખબારના કહેવા પ્રમાણે જેલમાં સુરંગ ખોદવા માટે કેદીઓએ એક ચમચીનો ઉપયોગ કર્યો હતો. આ ચમચી તેમણે જેલમાં છુપાવીને રાખી હતી. ભાગવા માટે ચમચી વડે સુરંગ ખોદી હતી અને આ જ સુરંગમાંથી તેઓ ફરાર થઈ ગયા હતા. ભાગી જનારામાં ટોચના એક આતંકીનો પણ સમાવેશ થાય છે. જ્યારે બીજા પાંચ ગાઝામાં આવેલા એક સંગઠનના છે. તેઓ જે જેલમાંથી ભાગ્યા છે તેનુ નામ ગીલબોઆ જેલ છે. જે પશ્ચિમી તટ પર આવેલી છે અને તેને સૌથી સુરક્ષિત પૈકીની એક જેલ માનવામાં આવે છે. આ ઘટના બાદ અહીંના ૪૦૦ કેદીઓને બીજે શિફટ કરવામાં આવ્યા છે. ઈઝરાયેલના અધિકારીઓના કહેવા પ્રમાણે કેદીઓની શોધખોળ ચાલી રહી છે.