પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ પણ આવ્યો વિરાટ કોહલીના સપોર્ટમાં, કહ્યુ- “આ સમય પણ વિતી જશે”
વિરાટ કોહલીના ખરાબ ફોર્મ બાદ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે સપોર્ટ કર્યો
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે આઉટ ઓફ ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીનું મનોબળ વધાર્યુ છે. બાબર આઝમે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યુ- આ સમય પણ વિતી જશે, આશા રાખો.
બાબર આઝમની આ પોસ્ટને પસંદ કરવામાં આવી રહી છે, જેની પર સોશિયલ મીડિયા ફેન્સ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમની પ્રશંસા કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે રન મશીન ગણાતા વિરાટ કોહલી કેટલાક સમયથી રન માટે ઝઝુમી રહ્યો છે. 2019 બાદથી તેને સદી ફટકારી નથી. એવામાં ક્રિકેટ પંડિત તેની ટિકા પણ કરી રહ્યા છે, તેની ટિકા કરનારાઓમાં કપિલ દેવ અને વેંકટેશ પ્રસાદ પણ સામેલ છે.
બીજી વન ડેમાં ઇંગ્લેન્ડ સામે 16 રન બનાવી આઉટ થયો કોહલી
ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડના પ્રવાસે છે. આ દરમિયાન વિરાટ કોહલી ટી-20 સીરિઝમાં તો ફેલ થયો જ છે પણ જ્યારે ગ્રોઇન ઇન્જરી બાદ તેને પોતાના પસંદગીના ફોર્મેટ વન ડે ક્રિકેટમાં વાપસી કરી તો તેને ODIમાં નિરાશા હાથ લાગી છે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ લૉર્ડ્સમાં રમાયેલી બીજી વન ડેમાં કોહલી માત્ર 16 રન બનાવીને આઉટ થયો હતો, તેને 25 બોલનો સામનો કર્યો હતો અને 39 મિનિટ ક્રિઝ પર વિતાવ્યા હતા.
વન ડે ક્રિકેટમાં ટોપ-5 બેટ્સમેન
1. બાબર આઝમ (પાકિસ્તાન)
2. ઇમામ ઉલ હક (પાકિસ્તાન)
3. વિરાટ કોહલી (ભારત)
4. રોહિત શર્મા (ભારત)
5. ક્વિન્ટન ડી કોક (દક્ષિણ આફ્રિકા)
બાબર આઝમની કોહલી સાથે થાય છે તુલના
હંમેશાથી પાકિસ્તાનનાના કેપ્ટન બાબર આઝમની તુલના વિરાટ કોહલી સાથે થતી રહે છે. બાબર આ સમયે સારા ફોર્મમાં છે. તે ટી-20 અને વન ડે રેન્કિંગમાં ટોપ પર છે અને ટેસ્ટમાં નંબર-4 પર છે.
એશિયા કપમાં ટકરાશે ભારત-પાકિસ્તાન
શ્રીલંકામાં એશિયા કપ રમાવાનો છે. ભારત અને પાકિસ્તાન ફરી એક વખત આ ટૂર્નામેન્ટમાં એક બીજા સામે ટકરાશે. તે પછી ટી-20 વર્લ્ડકપમાં પણ આ બે કટ્ટર ટીમ ટકરાશે.