Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

પત્નીએ બીજી મહિલા સાથે પતિને ફોન પર વાત કરતાં જોઈ પતાવી દીધો

મોબાઇલના વધુ પડતાં ઉપયોગના લીધે ઘણા પરિવારો અત્યાર સુધીમાં ભાંગ્યા હોય તેવું સામે આવ્યું છે ત્યારે વધુ એક પરિવાર તૂટવા માટે મોબાઈલ ફોન જ કારણભૂત બનેલ છે.

મોરબી,
“જર, જમીન અને જાેરુ ત્રણેય કજિયાના છોરું” આ કહેવત મુજબ મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં પતિ બીજી મહિલા સાથે વાત કરતો હોવાની પત્નીને શંકા હતી. જેથી કરીને રૂમમાં પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે પત્નીએ તેના પતિને કુહાડીના જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ઇજા પામેલા યુવાનનું રાજકોટમાં સારવાર દરમ્યાન મોત નીપજયું છે. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી મહિલાની ધરપકડ કરી છે.

મોરબી જીલ્લામાં ઘણા પરિવારો રોજગારી મેળવવા માટે આવે છે તેવી જ રીતે મૂળ એમપીના રહેવાસી અને હાલમાં સુમસિંહ પ્રેમાભાઈ ડામોર (૪૦)એ તેના દીકરા અને પુત્રવધૂ સાથે મોરબી જીલ્લામાં રોજગારી માટે આવ્યા હતા અને વાંકાનેર તાલુકાના ઢુવા પાસે માટેલ રોડ ઉપર શિવ ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં કામ કરતા અને લેબર કવાર્ટરમાં રહેતા હતા. સુમસિંહનો દીકરો અર્જુનભાઈ ડામોર અને તેની પુત્રવધુ કાળીબેન અર્જુનભાઈ ડામોર બંને શિવ ઇન્ડસ્ટ્રીઝ કારખાનાના લેબર ક્વાર્ટરમાં હતા. બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને પત્ની કાળીબેને તેના પતિ અર્જુનભાઈ ડામોરને કુહાડીના જીવલેણ ઘા માર્યા હતા જેથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈને ગયા હતા જાે કે, સારવાર દરમ્યાન અર્જુનભાઈ ડામોરનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે.

હાલમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શિવ ઇન્ડસ્ટ્રીઝના લેબર ક્વાર્ટરમાં ફરિયાદીનો દીકરો અર્જુનભાઈ ડામોર અને તેની પુત્રવધુ કાળીબેન ડામોર હતા ત્યારે મૃતક યુવાન અર્જુન સુમસિંહ ડામોર અન્ય કોઈ મહિલા સાથે મોબાઈલ ઉપર વાત કરે છે તેવી શંકાના આધારે પત્ની કાળીબેન ડામોર દ્વારા બોલાચાલી કરવામાં આવી હતી અને ત્યારબાદ અર્જુન ડામોરને કુહાડીના મારી નાખવાના ઇરાદે માથા તથા આંખના ભાગે જીવલેણ ઘા ઝીકયા હતા. જેથી તેને પ્રાથમિક સારવાર વાંકાનેરમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે લઈને ગયા હતા અને સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું છે. હત્યાના ગુનામાં પોલીસે હાલમાં કાળીબેન ડામોરની ધરપકડ કરી છે.

મોબાઇલના વધુ પડતાં ઉપયોગના લીધે ઘણા પરિવારો અત્યાર સુધીમાં ભાંગ્યા હોય તેવું સામે આવ્યું છે ત્યારે વધુ એક પરિવાર તૂટવા માટે મોબાઈલ ફોન જ કારણભૂત બનેલ છે. તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. જેના આધારે પોલીસે આઇપીસી કલમ ૩૨૪, ૩૦૭ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપી મહિલાની ધરપકડ કરેલ છે અને આરોપી મહિલાને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *