Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

પતિ પોર્ન વિડીયો જાેઈ પત્નીને સેક્સની માંગ કરતો, ના પાડતા મારઝૂડ કરતો

અમદાવાદ,

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતાં પરિવારમાં બેકાર બનેલો પતિ ઘરમાં બેસી આખો દિવસ પોર્ન વીડિયો જાેતો હતો અને બાળકોને ઘરની બહાર મોકલીને પત્નીને તેની સાથે સતત સેક્સ કરવા કહેતો હતો. પતિની આવી વિકૃત માનસિકતાથી કંટાળી અને પતિને છોડી દેવા સુધી પત્ની પહોંચી ગઈ હતી. પત્ની સેકસની ના પાડે તો તેની પર શંકા રાખી અને મારઝૂડ કરી હેરાન કરતો હતો.

આ મામલે મહિલા હેલ્પલાઇનની મદદ લેતા મહિલા હેલ્પલાઇનની ટીમે બંનેનું કાઉન્સેલિંગ કરી અને તેઓને સમજાવ્યા હતા. પત્નીએ ફોન કરતાં જ મહિલા હેલ્પ લાઇન તાત્કાલિક મહિલાના ઘરે પહોંચી હતી. મહિલાની પૂછપરછ કરતા તેઓના લગ્નને ૧૨ વર્ષ થયા છે. તેમના પતિ અવારનવાર શંકા કરતા હતા જેના કારણે તેઓને પુરુષ શબ્દથી જ નફરત થઈ ગઈ હતી. પતિની રોજ-બરોજની સેક્સની માગણીથી કંટાળી ગયા હતા. તેમના પતિ બાળકોને ઘરની બહાર રમવા માટે મોકલી દેતા હતા અને જબરજસતી સેકસ માટે દબાણ કરતા હતા. પત્ની ના પાડતી તો તેની પર શંકા રાખીને પતિ કહેતો કે તને કોઈ બહાર મળી ગયો છે. તેમ કહી મારઝૂડ કરતો હતો પતિ આખો દિવસ ઘરમાં રહેતો હોય કોઈ કામ ધંધો કરતો નહોતો અને પોર્ન વીડિયો જાેતો હતો. બાદમાં તેની સાથે સેક્સની માંગ કરતો રહેતો હતો. પત્ની ના પાડે તો તેની ઉપર હાથ ચાલાકી કરતો હતો. પતિની આવી હરકતોથી બાળકોના મન પર પણ ખરાબ અસર પડી હતી. પતિની આવી હવસખોર માનસિકતાથી કંટાળી પત્ની તેને છોડી દિવસ સુધી તૈયાર થઈ ગઈ હતી.

મહિલા હેલ્પલાઇનની ટીમે પતિ-પત્નીને સમજાવ્યા હતા અને પતિને આવી રીતે હરકતો ના કરવાની પત્નીની સંમતિ સાથે રહેવા જણાવ્યું હતું.સમાજમાં અનેક પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. જેમાં મોટા ભાગના કિસ્સાઓમાં પતિ પત્ની વચ્ચેના ઝગડા વધુ હોય છે. અમદાવાદ શહેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઘરમાં બેકાર બેસી રહેલો પતિ આખો દિવસ મોબાઈલમાં પોર્ન વીડિયો જાેતો અને બાદમાં પત્ની સાથે સેક્સની માંગણી કરતો હતો. પત્ની સેક્સ માટે ઈનકાર કરતી તો તેની પર શંકા રાખીને પતિ મારઝૂડ કરતો. પતિને આવી હરકતોથી કંટાળેલી પત્નીએ આખરે હેલ્પલાઈનની મદદ લીધી હતી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *