Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

નોકરીની લાલચ આપી યુવતીને વેશ્યાવૃત્તિમાં ધકેલતા સ્પા સંચાલક દંપતી : સ્પામાં નોકરી આપવાની લાલચ આપી શખ્સે બળાત્કાર ગુજાર્યો

ગભરાઈ ગયેલી યુવતીને આ બધું ગમતું ન હોય જેથી ના પાડતા દંપતીએ યુવતી અને તેમના પરિવારને પતાવી દેવાની ધમકી આપતા યુવતીએ ગભરાઈને મહિલા પોલીસ મથકના પીઆઇ કે.જે.મકવાણાએ ફરિયાદ નોંધતા હાલ તપાસ એસ.સી.એસ.ટી સેલના એસીપી દ્વારા તપાસ ચલાવાઈ રહી છે.

રાજકોટમાં સ્પાના ઓઠા હેઠળ અવાર નવાર કૂટણખાનું ઝડપાય છે તેમજ ગોરખધંધા ચાલતા જોવાની રાવ ઉઠી છે. ત્યારે જેતપુરના સ્પા સંચાલક રાજકોટના દંપતીને મોલમાં એક યુવતી સાથે પરિચય થયા બાદ તેને નોકરી આપવાની લાલચ આપી સ્પા સંચાલક શખ્સે એક દિવસ અચાનક લોન્ગ ડ્રાઇવ પર જવાનું કહી યુવતીને જેતપુર આવેલ પોતાના એ.બી સ્પામાં લઈ જઈ બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું. બનાવ બાદ પરાણે દંપતીએ બીજા બે ત્રણ ગ્રાહકોને બોલાવી પરાણે શરીર સબંધ બંધાવી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવની વિગતો અનુસાર, નાનામવા સર્કલ નજીક એક સોસાયટીમાં રહેતી 22 વર્ષીય યુવતીએ મહિલા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં 150 ફૂટ રિંગ રોડ રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે ત્રીનેત્રી બિલ્ડીંગ સામે નયનતારા મકાનમાં રહેતા આશિષ દિનેશભાઈ મારડીયા અને તેમના પત્ની અલ્પાબેન મારડીયાનું નામ આપતા તેઓની સામે 376(1),506,114 અને ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્ટ્સન એકટ તેમજ એટ્રોસીટી એકટ હેઠળ ગુન્હો નોંધાયો હતો. તેઓની શોધખોળ આદરી છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે બ્યુટીપાર્લર ચલાવતી અને પરિવારને મદદરૂપ થતી હતી. તેમજ હાલ પરિવાર સાથે રહે છે. તેમને ચારેક મહિના પહેલા કાલાવડ રોડ આવેલ ડીમાર્ટ મોલમાં ખરીદી કરવા ગઈ ત્યારે આશિષ મારડીયા સાથે સંપર્ક થયો હતો બંનેએ એકબીજા સાથે વાતચીત કર્યા બાદ નોકરી આપવાની લાલચ આપી મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી. ત્યારબાદ તેમાં વાતચિત કર્યા બાદ એક દિવસ અચાનક આશિષનો કોલ આવ્યો અને મળવા બોલાવી બાદમાં યુવતીને લોન્ગ ડ્રાઇવ પર લઈ જવાનું કહ્યા બાદ જેતપુરમાં રવેંચી હોટેલ માર્કેટ પાસે આવેલા પોતાના એ.બી.સ્પામાં લઇ જઇ મરજી વિરુદ્ધ બળજબરી કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ આશીસે રાજકોટ આવી યુવતીને તેના ઘર નજીક ઉતારીને જતો રહ્યો હતો.

બાદમાં ફરી આશિષનો યુવતીને કોલ આવ્યો હતો અને ઘરે મળવા બોલાવી હતી યુવતી ઘરે પહોંચી ત્યાં આશિષ અને તેની પત્ની અલ્પા હાજર હતા. બંને એ યુવતીની મરજી વિરુદ્ધ બે થી ત્રણ ગ્રાહકોને બોલાવી તેની સાથે પરાણે શરીર સબંધ બંધાવ્યો હતો. આ બનાવથી ગભરાઈ ગયેલી યુવતીને આ બધું ગમતું ન હોય જેથી ના પાડતા દંપતીએ યુવતી અને તેમના પરિવારને પતાવી દેવાની ધમકી આપતા યુવતીએ ગભરાઈને મહિલા પોલીસ મથકના પીઆઇ કે.જે. મકવાણાએ ફરિયાદ નોંધતા હાલ તપાસ એસ.સી.એસ.ટી સેલના એસીપી દ્વારા તપાસ ચલાવાઈ રહી છે. આ અંગે બંને આરોપીની શોધખોળ ચાલુ હોવાનું પોલીસમાંથી જાણવા મળ્યું છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *