સિરીયાની બે બહેનો અસ્મા (ઉ.વ.૧૨) અને અયા (ઉ.વ.૬) નામની આ બંને બહેનોને દર મહિને નિયમિત બ્લડ ટ્રાન્સફ્યુઝન પર ર્નિભર રહેવાની જરૂર પડતી હતી.
બંને દર્દીઓ હવે લોહી ચઢાવવાની જરૂર વગર ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે અને બીએમટી પછી કોઈ પણ કોમ્પ્લિકેશન વગર નોર્મલ લાઈફ જીવી રહ્યા છે.
અમદાવાદ,
અમદાવાદમાં થેલેસેમિયા મેજરની સાથે AB નેગેટિવ બ્લડ ગ્રુપ અને મોટા બરોળ ધરાવતી સિરીયાની બે બહેનોની સારવાર કરીને જટિલ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા કરી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
સિરીયાની બે બહેનો અસ્મા (ઉ.વ.૧૨) અને અયા (ઉ.વ.૬) નામની આ બંને બહેનોને દર મહિને નિયમિત બ્લડ ટ્રાન્સફ્યુઝન પર ર્નિભર રહેવાની જરૂર પડતી હતી. જીવ બચાવનારી આ પ્રક્રિયા આવશ્યક તો હતી જ, પણ તેમાં આયર્ન ઓવર ડોઝને કારણે અનેક કોમ્પલીકેશન્સ ઉભા થયા હતા. તેમના પરિવારે થોડાંક મહિના પહેલા બીએમટી માટે અપોલો હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. આ બે નાની બાળકીઓની સારવારની પ્રક્રિયા આસાન ન હતી. આ બાળકીઓ અસ્મા અને અયા દુર્લભ મળતું AB RH નેગેટિવ બ્લડ ગ્રુપ ધરાવતી હતી.
ટ્રાન્સપ્લાન્ટ અને ટ્રાન્સપ્લાન્ટના પછીના ગાળા દરમ્યાન આ પ્રકારનું રેડ બ્લડ સેલ અને પ્લૅટલેટ મેળવવું તે પણ એક મોટો પડકાર હતો. એ જ રીતે નાની બહેન અયા માટે તેને મેચ થાય તેવા એચએલએ સીબલીંગ ડોનરનું બ્લડ મેળવવામાં ઘણી મુશ્કેલી હતી. તેને માટે હેપ્લોઆઈડેન્ટીકલ (૫૦ ટકા HLA મેચ) BM મેળવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં તેના પિતા ડોનર તરીકે આગળ આવ્યા હતા.
પડકાર સામે જીત..બીજી તરફ, અસ્માની ડોનર જે તેની ૩ વર્ષની બહેન અમલ હતી, જે સંપૂર્ણ HLA મેચ હતી, પરંતુ ડોનરની નાજુક ઉંમર પણ એક મોટો પડકાર હતો. આ બંને બહેનોની સારવારની આગેવાની લેનાર અપોલો હોસ્પિટલમાં લેફ્ટ. જનરલ ડો. વેલુ નાયર એ જણાવ્યું કે, “આ બંને કેસમાં બ્લડ ટાઈપ અને નાની ઉંમરને કારણે અમારા માટે અનેક જટિલ સમસ્યાઓ હતી જે અમે કાળજીપૂર્વક એડવાન્સ્ડ મેડિકલ ટેકનિકથી પૂર્ણ કરી હતી.” નાની બહેન અસ્માને સીબલીંગ ડોનર મેચની પ્રક્રિયા ૬ મહિના પહેલાં પૂર્ણ થઈ હતી. અયા માટે હેપ્લોઆઈડેન્ટીકલ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા ૪ મહિના પહેલાં ગુજરાતમાં પ્રથમ વખત કરવામાં આવી હતી.
બંને દર્દીઓ હવે લોહી ચઢાવવાની જરૂર વગર ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે અને બીએમટી પછી કોઈ પણ કોમ્પ્લિકેશન વગર નોર્મલ લાઈફ જીવી રહ્યા છે. અપોલો હોસ્પિટલના સીઓઓ નિરજ લાલએ જણાવ્યું કે, “આ બંને પ્રક્રિયાઓ ખૂબ જ પડકારરૂપ હતી, પરંતુ અમારી કુશળ ટીમે પડકારો પાર કરીને બાલ દર્દીઓના પરિવાર માટે આશાનું કિરણ બની છે. હોસ્પિટલ્સ અસ્મા અને અયા તથા તેમના પરિવારે અમારી ઉપર મુકેલા વિશ્વાસ બદલ તેમનો આભાર માને છે. આ સફળતામાં અપોલો હોસ્પિટલ અમદાવાદના ડોક્ટરોની ટીમે તબીબી વિજ્ઞાનની ક્ષિતિજાે વિસ્તારીને દર્દીઓ તેમજ તેમના પરિવાર માટે આશાસ્પદ સ્થિતિ ઉભી કરી છે.”