દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર ઓક્સિજન સપોર્ટ વગર જાેવા મળ્યા, હોસ્પિટલમાંથી પહેલી તસવીર આવી સામે
મુંબઈ,તા.૮
દિલીપ કુમારની તસવીર સો.મીડિયામાં શૅર કરવામાં આવી હતી. આ તસવીરમાં તારીખ તથા ફોટો કયા સમયે ક્લિક કરવામાં આવ્યો તે પણ લખવામાં આવ્યો છે. તસવીરમાં દિલીપ કુમાર ઓક્સિજન સપોર્ટ વગર જાેવા મળ્યા છે, આના પરથી ખ્યાલ આવે છે કે તેમની તબિયત હવે પહેલાં કરતાં સારી છે.
૯૮ વર્ષીય વરિષ્ઠ બોલિવૂડ એક્ટર દિલીપ કુમારની છ જૂન, રવિવારના રોજ અચાનક તબિયત ખરાબ થઈ ગઈ હતી. તેમને છેલ્લાં ઘણાં દિવસોથી શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. તેમની ઘરે જ સારવાર ચાલતી હતી. જાે કે, તબિયતમાં કોઈ સુધારો ના થતાં તેમને હિંદુજા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. તેમનું ઓક્સિજન લેવલ ઘટી જવાને કારણે તેઓ ઓક્સિજન સપોર્ટ પર છે. હાલમાં તેઓ ડૉ. નિતિન ગોખલેની દેખરેખમાં છે.
દિલીપ કુમારની હેલ્થ અપડેટ તેમના સો.મીડિયા અકાઉન્ટમાં અપડેટ કરવામાં આવી છે. આ પોસ્ટ સાયરા બાનો તથા ફૈઝલ ફારુખી અપડેટ કરે છે. સોમવાર, ૭ જૂનની સાંજે સાયરા બાનોએ પોસ્ટમાં કહ્યું હતું, છેલ્લાં કેટલાંક દિવસથી મારા પ્રેમાળ પતિ યુસુફ ખાનની તબિયત ઠીક નથી. તેઓ મુંબઈની હોસ્પિટલમાં એડમિટ છે. હું તમામનો આભાર માનવા માગું છું કે તમામે તેમના માટે દુઆ કરી. મારા પતિ, મારા કોહિનૂર, આપણા દિલીપ સાહેબની તબિયત હવે સ્થિર છે અને ડૉક્ટર્સે આશ્વાસન આપ્યું છે કે તેમને જલ્દીથી રજા આપવામાં આવશે. હું વિનંતી કરું છું કે અફવા પર વિશ્વાસ ના કરો. આ દરમિયાન હું તમને સાહેબની તબિયત માટે દુઆ કરવાનું કહી રહી છું. તો હું પણ તમારા માટે કોરોનામાં સલામતીની દુઆ કરું છું.