ત્રિપુરામાં થઈ રહેલી હિંસા મામલે AIMIM દ્વારા વિરોધ પ્રદર્શન કરી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
(અબરાર એહમદ અલ્વિ)
અમદાવાદ,તા.28
AIMIMના અમદાવાદ શહેર પ્રમુખ એડવોકેટ શમશાદ પઠાણ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી રાષ્ટ્રપતિ પાસે માંગણી કરી કે ત્રિપુરામાં રાષ્ટ્રપતિ શાસન લાદી વિશ્વ હિન્દુ પરિષદ અને તેના જેવા કટ્ટરવાદી સંગઠનો પર પ્રતિબંધ મુકવાની માંગ કરી હતી.
AIMIM દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, ત્રિપુરામાં છેલ્લા ઘણા દિવસોથી બાંગલાદેશમાં થયેલ હિંસાના ખોટું કારણ આપી ત્રિપુરામાં રહેતા મુસ્લિમ સમાજના લોકો ઉપર અને તેમના ધાર્મિક સ્થાનો તેમજ મિલકતો ઉપર હુમલો કરી મોટાપાયે નુકસાન કરેલ છે. ગઇકાલે આટલી હિંસા હોવા છતાં વિશ્વ હિન્દુ પરિષદ જેવા સંગઠન એ રેલી કાઢેલ અને શાસન અને પ્રશાસન દ્વારા આ રેલીને રોકવા કોઈ પ્રયાસ કરાયો નહીં, જેના કારણે આ રેલીને છૂટો દોર મળી ગયો હતો અને આ રેલીમાં સામેલ આતંકવાદી વિચાર ધરાવતા અસામાજિક તત્વો દ્વારા મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થાનો તેમજ માલ મિલકતને ખૂબ નુકસાન કરેલ. જેના વિરોધમાં આજે AIMIM ગુજરાતના પ્રમુખ સાબિરભાઈ કાબલીવાલાના આદેશથી શહેર પ્રમુખ એડવોકેટ શમશાદ ખાનના નેતૃત્વમાં AIMIMની ટીમ અમદાવાદ કલેક્ટરની કચેરીમાં એડિશનલ કલેકટરને મળેલા અને આવેદનપત્ર આપી માંગણી કરેલ કે,
1. ત્રિપુરામાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે.
2. રમખાણોમાં જવાબદાર અધિકારીઓને તેમના હોદા પરથી દુર કરી નિષ્પક્ષ અધિકારીઓની નિમણુંક કરી ત્રિપુરામાં શાંતિ સ્થાપી મુસ્લિમ સમાજના ધાર્મીક સ્થાનો તેમજ તેમની જાન માલનું રક્ષણ કરવામાં આવે.
3. રેલીની પરવાનગી આપવા વાળા અધિકારીને રમખાણોનું ગુનેગાર માની તેની તરત ધરપકડ કરી જેલની પાછળ મોકલવા જોઈએ.
4. વિશ્વ હિન્દુ પરિષદ તેમજ તેના જેવા બીજા સંગઠનો કે જેઓ આતંકવાદી વિચારધારા ધરાવે છે તેઓની તાત્કાલિક ધરપકડ કરી આવા સંગઠનો ઉપર આજીવન પ્રતિબંધ લાદવામાં આવે.
આ મુલાકાતમાં AIMIM અમદાવાદ શહેર પ્રમુખ એડવોકેટ શમશાદ પઠાણ સાથે AIMIM પક્ષના કાઉન્સિલર રફીક ભાઈ શેખ, ઝુંબેર પઠાણ, અફસાના બાનું ચિશતી, અમદાવાદ શહેર મહિલા પ્રમુખ ફરીદા ઘાંચી, અમદાવાદ શહેર મહામંત્રી શાહનવાઝ ખાન પઠાણ, અમદાવાદ શહેર મંત્રી જાવેદ કુરેશી, શહેર મંત્રી આસિયા બેન, શહેર મંત્રી ઝાકીર હુસૈન સૈયદ, અમદાવાદ શહેર શોશયલ મીડિયા મેમ્બર શોએબ રઝા, શહેર સહમંત્રી અફઝલ ભાઈ, એડવોકેટ ઈમ્તિયાઝ ખાન પઠાણ, એડવોકેટ ગુલામ શબ્બીર શેખ, મકતમપુરા વોર્ડ પ્રમુખ, બેહરામપુરા વોર્ડ પ્રમુખ અને મજલિસના કાર્યકર્તાઓએ હાજરી આપેલી અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.