Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

તિલકવાડા પોલીસ દ્વારા એકલવ્ય મોડલ શાળામાં “બેડ ટચ” “ગુડ ટચ”ની માહિતી અપાઈ

શાળાના બાળકોને નશાકારક પદાર્થોનો ઉપયોગ અટકાવવા જાગૃત કરાયા

સાજીદ સૈયદ, નર્મદા

તિલકવાડા પોલીસ દ્વારા એકલવ્ય મોડેલ શાળામાં બાળકોને સ્પર્શની સંવેદના અભિયાન અંતર્ગત જાતીય શોષણના બનાવોને અંગે ડમી દ્વારા “ગુડ ટચ બેડ ટચ” અંગે માહિતગાર તથા નશાકારક પદાર્થોનો ઉપયોગ અટકાવવા જાગૃત કરવામાં આવ્યા હતા.

હવસખોરો દ્વારા નાની નાની માસુમ બાળકીઓને પોતાની હવસનું ભોગ બનાવી અવારનવાર દુષ્કર્મ કર્યા હોવાની ઘટના બનતી હોય છે. જેને લઇ તિલકવાડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ જશવંત લટા તેમજ પોલીસ સ્ટાફે ડમી પૂતળા દ્વારા એકલવ્ય મોડલ શાળાના બાળકોને “ગુડ ટચ” અને “બેડ ટચ” વિશે માહિતી આપી હતી. ખાસ કરીને બાળકોને સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શ અંગે સમજ આપવામાં આવી જેનાથી બાળકો સારા અને ખરાબ સ્પર્શ અંગે સજાગ બન્યા હતા.

સાથે સાથે બાળકોને ઉજ્જવળ ભવિષ્યને ધ્યાન રાખતા નશાકારક પદાર્થથી થતી આડઅસર તથા બાળ વિકાસ અને બાળ સુરક્ષાને નુકસાન કરતા પરિબળો અંગે જીણવટ પૂર્ણ માહિતીથી વાકેફ કરી જાગૃત કરવામાં આવ્યા હતા. તદુપરાંત જુવેનાઇલ જસ્ટીસ 1 2015ની કલમ 77 અનુસાર બાળકોને નશીલી દારૂ અથવા નાર્કોટિક્સ ડ્રગ્સ અથવા સાયકો ટ્રાફિક પદાર્થ આપવાની સજા સાત વર્ષ સુધીની કેદ અને એક લાખ રૂપિયા સુધીનો દંડ તેમજ કલમ 78 હેઠળ ઉપ પદાર્થો વેચાણ હેરાફેરી દાણચોરી કરવા માટે બાળકોનો ઉપયોગ કરવા બદલ 7 વર્ષની કેદ અને એક લાખ સુધીનો દંડના પ્રાવધાન અંગે પણ કાયદાકીય માહિતીથી વાકેફ કરવામાં આવ્યા હતા.

       

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *