વાળનો ગ્રોથ ફટાફટ વધારવા, ખરતા વાળ બંધ કરવા અને રફ વાળ સિલ્કી કરવા ડુંગળીના રસમાં આ વસ્તુ મિક્સ કરીને લગાવો.
બદલાતી લાઇફસ્ટાઇલની સૌથી મોટી અસર સ્વાસ્થ્ય પર પડે છે. આ સાથે જ દરેક લોકોને વાળને લગતી કંઇકને કંઇક સમસ્યાઓ થતી હોય છે. આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે મહિલાઓ અનેક પ્રકારના મોંઘા શેમ્પુનો યુઝ કરતી હોય છે, પરંતુ કેમિકલ યુક્ત પ્રોડક્ટ વાળને અનેક રીતે નુકસાન કરે છે. આમ, જો તમને વાળને લગતી અનેક સમસ્યાઓ છે તો તમે ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. ડુંગળીમાં એન્ટી ઓક્સીડન્ટ, ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશીયમ, પોટેશિયમ, જીંક, વિટામીન બી, વિટામીન સી, મિનરલ્સ હોય છે જે વાળ માટે અનેક રીતે ફાયદાકારક થાય છે. ડુંગળી તમારા વાળનો ગ્રોથ વધારવામાં પણ મદદ કરે છે. તો જાણી લો તમે પણ ડુંગળીમાંથી બનતા આ હેર માસ્ક વિશે…
એલોવેરા અને ડુંગળી
સ્કિન માટે એલોવેરા અને ડુંગળી સૌથી બેસ્ટ છે. આ માટે તમે ડુંગળી અને એલોવેરામાંથી હેર માસ્ક બનાવી શકો છો. એલોવેરામાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઓક્સીડન્ટ્સ ગુણો હોય છે. આ ગુણ વાળને ખરતા રોકવામાં મદદ કરે છે. આ સાથે જ ડુંગળી અને એલોવેરા વાળનો ગ્રોથ પણ વધારે છે. આ માટે તમે ડુંગળીને મિક્સરમાં ક્રશ કરી લો. ત્યારબાદ એલોવેરામાંથી જેલ કાઢી લો અને એક બાઉલમાં લઇ લો. ત્યારબાદ આ બાઉલમાં ડુંગળીનો રસ મિક્સ કરો અને આ પેસ્ટને બરાબર હલાવી દો. આ કર્યા પછી આ પેસ્ટને તમારા હેરમાં લગાવો અને અડધો કલાક સુધી રહેવા દો. નક્કી સમય કર્યા પછી હર્બલ શેમ્પુથી હેર વોશ કરી લો. આ પેસ્ટ તમે અઠવાડિયામાં 2 વાર નાંખો છો તો તમારા વાળને લગતી અનેક સમસ્યાઓમાંથી છૂટકારો મળશે.
આ પેસ્ટ તમે રેગ્યુલર વાળમાં નાંખો છો તો તમારા વાળ ખરતા બંધ થઇ જાય છે અને સાથે ગ્રોથ પણ વધે છે. ડુંગળીમાં રહેલા ગુણો તમારા વાળને અંદરથી મજબૂત કરવાનું કામ કરે છે. આ પેસ્ટ વાળમાં નાખ્યા પછી હેર વોશ કર્યા પછી કન્ડિશનર કરવાનું નથી, માત્ર શેમ્પુથી જ હેર વોશ કરવાના રહેશે.