તમને ડાયાબિટીસ છે અને તમે જમ્યા પછી માત્ર 5 મિનિટ આ કામ કરશો તો તમારી શુગર આપોઆપ કંટ્રોલમાં રહેેશે.
એક નવા રિસર્ચમાં એ વાત જાણવા મળી છે કે, જમ્યા પછી થોડીવાર વોક કરવાથી બ્લડ શુગર લેવલને ઓછુ કરી શકાય છે. આ વિશે અલગ-અલગ પ્રકારે સ્ટડી કરવામાં આવ્યુ હતુ. આ સાથે જ જાણવા મળ્યુ હતુ કે, લાંબા સમય સુધી બેસી રહેવાની જગ્યાએ થોડી-થોડી વારે ઉભા થાઓ અને ચાલો. તમારી આ ટાઇપની ફિઝિકલ એક્ટિવિટી તમારા બ્લડ શુગર લેવલને ઓછુ કરવામાં મદદ કરે છે. આ સાથે જ હાર્ટને પ્રભાવિત પણ ઓછુ થાય છે.
આમ, ડિનર કર્યા પછી બેસી રહેવાની જગ્યાએ તમે પણ 5 મિનિટ ચાલો જેથી કરીને બ્લડ શુગર લેવલને ઇમ્પ્રુવ કરી શકાય છે. આ સિવાય તમે જમ્યા પછી થોડીવાર માટે ઉભા રહો છો તો તમારું બ્લડ શુગર લેવલ ઓછુ થઇ શકે છે. કોઇ પણ લાઇટ એક્ટિવિટી તમારા હેલ્થ માટે અનેક રીતે ફાયદો કરે છે. તમને જણાવી દઇએ કે જ્યારે તમે કંઇક ખાઓ છો ત્યારે ખાસ કરીને હાઇ કાર્બોહાઇડ્રેટ યુક્ત ખોરાક શરીરમાં બ્લડ શુગર લેવલ અચાનક વધવા લાગે છે, જેને પોસ્ટપ્રાંડિયલ સ્પાઇક કહેવામાં આવે છે. શરીરમાં બ્લડ શુગર લેવલ અચાનક વધી જવાથી ઇન્સ્યુલિન હોર્મોન્સ રિલીઝ થાય છે જે ગ્લુકોઝને લોહીના માધ્યમથી કોશિકાઓમાં મોકલે છે જેથી કરીને એનો ઉપયોગ એનર્જીના રૂપમાં કરી શકાય છે.
ડાયાબિટીસના જોખમને ઓછુ કરવા માટે તમારે બ્લડ શુગર લેવલને મેનેજ કરવું ખૂબ જરૂરી છે. જો તમને ડાયાબિટીસની સમસ્યા છે તો તમે બ્લડ શુગર લેવલને મેન્ટેન કરવું જરૂરી છે. જો તમે આ બાબત પર વધુ ધ્યાન આપતા નથી તો તમે સમય જતા મોટી મુશ્કેલીમાં મુકાઇ શકો છો. બ્લડ શુગર લેવલ શરીરમાં વધી જવાથી હાર્ટ એટેક, સ્ટ્રોક, કિડની ફેલ થવી જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આમ, જો તમને ડાયાબિટીસ છે તો તમે સાંજનું જમવાનું વહેલા કરી દો. સાંજે તમે મોડામાં મોડુ 8 વાગ્યા પહેલા જમી લો. જેથી કરીને ઊંઘ્યાના 2 કલાક પહેલા તમારો ખોરાક થોડો પચી જાય અને વધારે તકલીફ થાય નહિં.