“તે માત્ર સેકન્ડ હેન્ડ સાયકલ છે. પરંતુ તેમના ચહેરા પરનો આનંદ જુઓ… તેમની અભિવ્યક્તિ કહે છે કે, તેઓએ નવી મર્સિડીઝ બેન્ઝ ખરીદી છે”
(અબરાર એહમદ અલવી)
નાની-નાની બાબતોમાં આનંદ મેળવવો એ એક કુદરતે આપેલી અનોખી ભેટ છે અને તેની હંમેશા પ્રશંસા કરવી જોઈએ… તમે વિચારતા જ હશો કે અમે અચાનક આ વિશે કેમ વાત કરી રહ્યા છીએ. તો સોશિયલ મીડિયામાં એક આવો જ હૃદય સ્પર્શી વીડિયો છવાયેલો છે.
વીડિયોમાં એક વ્યક્તિ તેણે ખરીદેલી સેકન્ડ હેન્ડ સાયકલ (Cycle) પર માળા મૂકીને તેની પૂજા કરતો જોઈ શકાય છે. તેના નાના પુત્રને આનંદથી કૂદતો પણ જોઈ શકાય છે. પિતાની સાથે નાના બાળકને પણ પૂજા કરતા જોઈ શકાય છે. આ ક્ષણ ખૂબ જ હૃદયસ્પર્શી છે. આ પોસ્ટને કેપ્શન આપવામાં આવ્યું છે. “તે માત્ર સેકન્ડ હેન્ડ સાયકલ છે. પરંતુ તેમના ચહેરા પરનો આનંદ જુઓ… તેમની અભિવ્યક્તિ કહે છે કે, તેઓએ નવી મર્સિડીઝ બેન્ઝ ખરીદી છે”. ટ્વિટર પર શેર કરવામાં આવેલા આ વીડિયોને 75 હજારથી પણ વધારે વ્યુઝ મળી ચુક્યાં છે.