જીવનમાં સમસ્યા હર પળે આવવાની જ છે તેનો સામનો કરવો જ પડશે : મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સક ડો.લક્ષ્મી ઠાકોર
આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ
આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી થઇ રહી છે. ત્યારે જાણીએ નડિયાદના મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સક ડો.લક્ષ્મી ઠાકોર જેઓએ પોતાની 7 વર્ષના આ ક્ષેત્રમાં કેટલાક યુવાન, યુવતીઓ, બાળકોને માનસિક રીતે સ્વસ્થ કરી સમાજમાં પુનઃ સ્થાપિત કર્યા છે. અગાઉ 4 વર્ષ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પોતાની સેવાઓ આપી મુળ મહેસાણાના વતની હાલ નડિયાદ સ્થાઈ થયેલા ડો. લક્ષ્મી ઠાકોર પોતે મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સક તબિબ છે.
તેઓએ અગાઉ 4 વર્ષ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પોતાની સેવાઓ આપી છે. અમદાવાદ અને દાહોદ ખાતે જવાહર નવોદય વિદ્યાલય ખાતે કાઉન્સિલર તરીકે સેવા આપી છે. હાલ તેમનુ નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં ગીતાંજલિ ચોકડી પર બાલાજી આર્કેડમા પ્રાઈવેટ ક્લીનીક ધરાવે છે. તેઓએ અનેક નવયુવાન, યુવતીઓ, બાળકો, સિનિયર સિટીઝનોને માનસિક રીતે સ્વસ્થ કરી સમાજમાં પુનઃ સ્થાપિત કર્યા છે.
હાર માની આપઘાત કરવો તે ઉપાય નથી : મનોચિકિત્સક ડો.લક્ષ્મી ઠાકોરે જીવનમાં સમસ્યા હર પળે આવવાની જ છે તેનો સામનો કરવો જ પડશે તેના હાર માની આપઘાત કરવો તે ઉપાય નથી તેમ મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સક ડો.લક્ષ્મી ઠાકોરે સમાજને સંદેશો આપ્યો છે. ખાસ કરીને નાના બાળકોથી માંડી મોટેરાઓ અને વૃદ્ધો કોઈ મુશ્કેલીથી ભાંગી પડતાં હોય છે અને ન ભરવાનું પગલું ભરી બેસતા હોય છે. પરંતુ જીવનનુ બીજુ પાસુ જ મુશ્કેલી તેનો સામનો કરો, મુશ્કેલી આવે છે સાથે સાથે તેનો ઉકેલ પણ હોય છે. તમે સમસ્યાથી જાતે જ બહાર આવી શકો છો.
મનોચિકિત્સક ડો.લક્ષ્મી ઠાકોરે પોતાના 7 વર્ષના અનુભવો સેર કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, જીવનનો અંત એ સમસ્યાનો ઉકેલ નથી. જીવનમાં સમસ્યા હર પળે આવવાની જ છે તેનો સામનો કરવો જ પડશે આમ જીવન ત્યજવાથી મુશ્કેલીમાંથી બહાર ન આવી શકાય. તેમણે એક HIV પીડીત યુવતીનું સતત કાઉન્સિલીગ કરી તેને સમાજમાં પુનઃ સ્થાપિત કરી છે. કોરોનાના સમયમાં ઘણા બધા લોકોના માનસિક સ્વાસ્થ્ય સારા નહોતા ખાસ કરીને બાળકોમાં તેની વધુ અસર જોવા મળી હતી જેના કારણે તેઓ હાલ અભ્યાસમાં રુચિ કેળવાતા ન હતા. આવા પણ તેમને કિસ્સાઓ સોલ કર્યા છે. માનવીને શારીરિક સ્વાસ્થ્ય જરૂરી છે એટલી જ માનસિક સ્વાસ્થ્યની પણ જરૂર હોય છે. કોઈ સમસ્યા હોય તો પોતાના માતા પિતા અથવા તો સમકક્ષ ગણાતા ભરોસાપાત્ર મિત્ર સાથે પોતાની સમસ્યાની વાત સેર કરી તમે આ સમસ્યાથી જાતે જ બહાર આવી શકો છો.