અમદાવાદ,
શહેરના જમાલપુર વોર્ડ તથા સમગ્ર કોટ વિસ્તારમાં અ.મ્યુ. કોર્પોરેશન સંચાલિત એકપણ પાર્ટી પ્લોટ નથી. જેથી જમાલપુર વોર્ડ તથા આસપાસના વિસ્તાર માટે પણ સારાં નરસા પ્રસંગે ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને સગવડ સાથેની સુવ્યવસ્થિત પાર્ટી પ્લોટ માટે જગ્યા ફાળવવામાં આવે.

આ હેતુસર AIMIMના અમદાવાદ શહેર પ્રમુખ શમશાદખાન પઠાણ, જમાલપુર વોર્ડના મ્યુ કાઉન્સિલરો રફીકભાઈ શેખ ( મ્યુ. પક્ષના નેતા AIMIM ) મુસ્તાક ભાઈ ખાદીવાલા, બીનાબેન રાહુલ પરમાર, અફસાનાબાનુ નસીરુદ્દીન ચિશ્તી દ્વારા માનનીય મેયરશ્રી અને મા. ચેરમેન શ્રી સ્ટેન્ડિંગ કમિટી જોડે માંગણી કરવામાં આવી હતી કે, રાયખડ વિસ્તારમાં આવેલી લાઈટ ખાતાની જગ્યામા વહેલી તકે સગવડ સાથેનું પાર્ટી પ્લોટ ફાળવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
(અબરાર અલ્વિ)