અમિત પંડ્યા
ભગવાન શ્રીકૃષ્ણ બાળ ગોપાલને અભિષેક કરવામાં આવી રહ્યો છે અને બાળ ગોપાલને પરાણે ઝુલાવી રહ્યા છે.
અમદાવાદ,તા.૦૭
શ્રાવણ માસની આઠમ એટલે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આજે હિન્દુ સમાજના પવિત્ર શ્રાવણ માસની આઠમ નિમિત્તે દેશ ભરમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોસ્તવની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે.
ભગવાન શ્રીકૃષ્ણ અદભુત શણગાર સજી નિજ મંદિરમાં બિરાજમાન છે. એક તરફ ભગવાન શ્રીકૃષ્ણના ભજનોના શુર કર્ણપ્રિય લાગી રહ્યા છે અને લોકો ભજન ના તાલે ઝૂમી ઉઠ્યા છે. બીજી બાજુ બાળ ગોપાલને અભિષેક કરવામાં આવી રહ્યો છે અને બાળ ગોપાલને પરાણે ઝુલાવી રહ્યા છે.
આ ક્રિષ્ના જન્મોત્સવ અમદાવાદના પૂર્વના વિસ્તારમાં આવેલ કઠવાડા સ્થિત ઇસ્કોન મંદિરનાં પરિસરમાં પણ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ પાવન પર્વ નિમિત્તે મંદિર તરફથી બટાટાની ભાજી અને કેળાની પ્રસાદ ભક્તજનોને આપવામાં આવી રહ્યો છે. કઠવાડા ઇસ્કોન મંદિરના દર્શને લોકો મોટી સંખ્યામાં આવી રહેલ છે અને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવમાં ભાગ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે.