સર્કલને સુશોભિત કરતી આ પ્રતિકૃતિ જાળવણીના અભાવે નામશેષ થવાના આરે આવી ગયું છે.
અમદાવાદ,ત૦૩
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના મોટા ભાગના ચાર રસ્તા પર સુશોભિત સર્કલ બનાવી લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ યોગ્ય જાળવણીના અભાવે મોટાભાગના સર્કલ તૂટી ગયા છે અથવા જર્જરીત થઈ ગયા છે.
શહેરના ઘીકાંટા વિસ્તારમાં ચાર રસ્તા પર સુશોભિત સર્કલ બનાવી વચ્ચોવચ માતા બાળકને ગોદમાં સુવડાવે છે તેવી પ્રતિકૃતિ મુકવામાં આવી છે. જે હાલ તસ્વીરમાં જર્જરિત હાલતમાં દેખાય છે. સર્કલને સુશોભિત કરતી આ પ્રતિકૃતિ જાળવણીના અભાવે આ સર્કલ નામશેષ થવાના આરે આવી ગયું છે. આ અંગે સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીએ માંગણી કરી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ સર્કલને વહેલી તકે રીપેર કરી રસ્તાની શોભા વધારે તેવી લોક લાગણી છે.