અમદાવાદ,તા.૦૭
શહેરના શાહપુર ખાતે દરિયાપુર વોર્ડનાં મ્યુ. કાઉન્સિલર શેખ સમીરા માર્ટીનની ઓફીસે ગુજરાત પ્રદેશ મહિલા કૉંગ્રેસના જનરલ સેક્રેટરી તરીકે મોનાબેન ભુપેશ પ્રજાપતિની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ.
આ પ્રસંગે મોહંમદ યુસુફ માર્ટીન, સુધિર બુંદેલા, ભુરાબાપુ, ભુપેશ પ્રજાપતિ, સલીમભાઈ અંડા, ઈમરાન સોદાગર, ઈશાક બોડર, આશીફ અન્ના, બસીરભાઈ બુટવાલા તેમજ માઈનોરીટીના પ્રમુખ શ્રીઓ તથા વકાર શેખ, મુજ્જફર શેખ, સાબીર પઠાણ અને શાહપુર વોર્ડના શોસિયલ મિડીયા પ્રમુખ જીતુ સોલંકી તરફથી પણ સ્વાગત કરી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યુ હતું.